સુરેન્દ્રનગર: ભારતીય સેના (Indian army)ને એવું કામ કરી બતાવ્યું છે, જેનાથી જવાનોને સલામ કરવાનું મન થાય. આ દિલધડક ઓપરેશનનો વીડિયો જોઈને તમારી છાતી ગજગજ ફૂલશે. હકીકતમાં સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના દુદાપુર ગામ (Dudapur village)ની સીમમાં આવેલી એક વાડીમાં મંગળવારે સાંજના સાત વાગ્યાની આસપાસ અઢી વર્ષનો શિવમ (Shivam) રમતાં રમતાં 300 ફૂટથી વધુ ઊંડા બોરમાં પડી ગયો હતો.