Home » photogallery » surendranagar » વિરમગામ-ધ્રાંગધ્રા હાઈવે પર અમદાવાદના પિતા-પુત્રનાં કરૂણ મોત, કારનું ટાયર ફાટતા ગમખ્વાર અકસ્માત

વિરમગામ-ધ્રાંગધ્રા હાઈવે પર અમદાવાદના પિતા-પુત્રનાં કરૂણ મોત, કારનું ટાયર ફાટતા ગમખ્વાર અકસ્માત

એક્ટિવા અને કાર વચ્ચે અકસ્માત થતા એક્ટિવા ચાલક પિતા-પુત્ર કાળનો કોળિયો બની ગયા, બે વ્યક્તિને ગંભીર ઇજા

  • 15

    વિરમગામ-ધ્રાંગધ્રા હાઈવે પર અમદાવાદના પિતા-પુત્રનાં કરૂણ મોત, કારનું ટાયર ફાટતા ગમખ્વાર અકસ્માત

    વિરમગામ : આજે બપોરના સુમારે વિરમગામ-ધ્રાંગધ્રા (Viramgam Accident) હાઇવે પર એક ગમખ્વાર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં એક એક્ટિવા સાથે કાર ધડાકાભેર અથડાતા અમદાવાદના પિતા-પુત્રનાં (Father son died in viramgam Accident) ઘટના સ્થળે મોત નીપજી ગયા હતા જ્યારે કારમાં સવાર બે લોકોને ઇજા થઈ હતી. કારનું ટાયર ફાટતા અમદાવાદના પિતા-પુત્રને મોત નસીબે થયું હતું.

    MORE
    GALLERIES

  • 25

    વિરમગામ-ધ્રાંગધ્રા હાઈવે પર અમદાવાદના પિતા-પુત્રનાં કરૂણ મોત, કારનું ટાયર ફાટતા ગમખ્વાર અકસ્માત

    બનાવની વિગત એવી છે કે આજે બપોરે વિરમગામ- ધાંગધ્રા હાઈવે પર રહેમલપુર નજીક કાર અને એક્ટીવાનો ધડાકાભેરર અકસ્માત થયો હતો. આઇ-20 કારનું ટાયર ફાટતા તેમે એક્ટિવાને અડફેટે લીધું હતું જેમાં નીસબજોગ પિતા-પુત્રના કરૂણ મોત થયા હતા. કાર ચાલક હિરેન મેરજા તેની પત્ની ઇજાગ્રસ્ત, હિરેન મેરજા ના માતા નું વહેલી સવારે અકાળે મોત થતાં મોરબી ના બગથળા ગામે આવી રહ્યા હતા

    MORE
    GALLERIES

  • 35

    વિરમગામ-ધ્રાંગધ્રા હાઈવે પર અમદાવાદના પિતા-પુત્રનાં કરૂણ મોત, કારનું ટાયર ફાટતા ગમખ્વાર અકસ્માત

    મૃતક પિતા-પુત્ર અમદાવાદના વેજલપુરના વતની હતા અને અને વિરમગામ જઈ રહ્યા હતા. જ્યારે આઇ-20માં સવારે હે મુસાફરોને ગંભીર ઇજા થતા તેમને વિરમગામ હૉસ્પિટલમાં ખસેજવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા વિરમગામ રૂરલ પોલીસ દોડી આવી હતી. અકસ્માત થતા માતા નું છેલ્લી વાર મોં ન જોઈ શક્યો,માતા ને તેના નાના ભાઈ એ સાંજે આપ્યો અગ્નિદાહ,

    MORE
    GALLERIES

  • 45

    વિરમગામ-ધ્રાંગધ્રા હાઈવે પર અમદાવાદના પિતા-પુત્રનાં કરૂણ મોત, કારનું ટાયર ફાટતા ગમખ્વાર અકસ્માત

    પુરપાટે જઈ રહેલી કારનું અચાનક ટાયર ફાટતા તે ગોથું ખાઈને ડિવાડર પર ચઢી ગઈ હતી. જોકે, તેણે એક્ટિવા ચાલકને અડફેટે લેતા પિતા-પુત્ર કાળનો કોળિયો બન્યા હતા. આ અકસ્માતના પગલે અમદાવાદના પરિવારે મોભી ગુમાવતા પરિવાર બેસહારો થઈ ગયા જેવી કરૂણતા વ્યાપી ગઈ હતી.

    MORE
    GALLERIES

  • 55

    વિરમગામ-ધ્રાંગધ્રા હાઈવે પર અમદાવાદના પિતા-પુત્રનાં કરૂણ મોત, કારનું ટાયર ફાટતા ગમખ્વાર અકસ્માત

    વિરમગામ પોલીસે ઘટના સ્થળે જઈ અને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા હતા જ્યારે અકસ્માત અંગે કારયદેસરની કાર્યવાહી કરી અને કાર ચાલકોની તપાસ શરૂ કરી હતી. કારનું ટાયર ફાટતા પિતા-પુત્રની જિંદગીનો દીવો ઓલવાઇ ગયો છે જે હાઇવે પર વાહન ચલાવતા અનેક ચાલકો માટે ચેતવણીરૂપ છે.

    MORE
    GALLERIES