રાજુદાન ગઢવી, સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં આજે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં એક ડ્રાઇવરનું મોત નીપજ્યું છે. સુરેન્દ્રનગરના લખતર તાલુકાના ઝમર પાસે વહેલી સવારે સર્જાયેલી કરૂણાંતિકામાં ડ્રાઇવરનું કેબિનમાં જ મોત થઈ જતા જાનહાનિ સર્જાઇ છે. જોકે, અકસ્માતના પગલે હાઇવે પર સીરામીકનો પાવડર ઢોળાઈ જતા ટ્રાફિક જામના દૃશ્યો પણ સર્જાયા હતા.