રાજુદાન ગઢવી, સુરેન્દ્રનગરઃ જીલ્લાનાં ધ્રાંગધ્રા (Dhangadhra ) શહેર તેમજ તાલુકાના ખેડૂતોને (farmer) પોતાનો પાક વેચાણ કરવા માટે દૂર દૂર જવું ન પડે એ માટે ધ્રાંગધ્રા APMC માર્કેટિંગ યાર્ડ શરું કરવામાં આવ્યું છે. સરકાર દ્વારા હાલ ટેકાના ભાવે મગફળી ખરીદી સુરું કરવા માં આવી છે ત્યારે ધ્રાંગધ્રા તાલુકાના ખેડૂતો પોતાનો પાકને ધ્રાંગધ્રા APMC માર્કેટિંગ યાર્ડમાં વેચાણ કરવા આવી રહ્યા છે. ત્યારે ધાંગધ્રા તાલુકાના કંનકેશ્વર (કોંઢ) ગામના ખેડૂત યુવાન પોતાનો પાક લઈ ધ્રાંગધ્રા APMCમાં વેચાણ કરવા આવ્યા હતા. પરંતુ રાતના અંધારામાં યાર્ડમાં બનેલા ઊંડા પાણી ભરેલા ખાડામાં ખાબકતા (boy Drowning) મોતને ભેટ્યો હતો.
ધ્રાંગધ્રા APMC માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત થયું હતું. યુવાન પોતાનો મગફળીનો પાક વેચાણ કરવા માટે રાત્રે 1 વાગ્યાની આસપાસ ધ્રાંગધ્રા માર્કેટિંગ યાડમાં પોતાનો પાક લઈને આવ્યા હતો. તે સમય મુજબ માર્કેટિંગ યાડમાં કોઈ કામ ચલાવ મોટો ખાડો કરવામાં આવ્યો હતો. આ ખાડામાં નર્મદા કેનલની પાઇપલાઇન લીક થવાથી અંદાજે40-50 ફૂટ પાણી ભરાય ગયેલું હતું.
રાત્રિના અંધારામાં ખેડૂત યુવાન પોતાનો પાકને લોડીગ બાજુ રાખીને માર્કેટીંગ યાર્ડની અંદર શૌચક્રિયા કરવા માટે જતાં પાણીના ખાડામાં પગ લપસી જવા થઈ ખાડામાં ગરકાવ થયો હતો. 14 કલાકની સતત મહેનત બાદ અંદાજે 40-50ફૂટ ખાડામાંથી પાણી બહાર કાઢીને યુવાનના મૂર્તદેહને સ્થાનિક તરવૈયાઓ દ્વારા બહાર કાઢવામાં આવ્યો હતો.