કિર્તેશ પટેલ, પ્રજ્ઞેશ વ્યાસ, સુરતઃ શહેરમાં આજે સાંજે એકા એક પોલીસનો (police) મોટો કાફલો ઘેરાબંધી કરવા માટે દોડી ગયો હતો. એ ઘેરા બંધી કોઇ આરોપી માટે નહિ હતી પરંતુ ઉમરા પોલીસ મથકથી (Umara police station) માત્ર 50 મીટરે આવેલા પાર્ટી પ્લોટમાં ક્રિકેટ રમી રહેલા યુવાનો માટે હતી. હાલમાં કોરોનાના (coronavirus) સમયમાં આ યુવાનો મોટી સંખ્યામાં ભેગા થઇને ક્રિકેટ (cricket) રમી રહેલા હોઇ 100થી વધુ યુવાનોને ગ્રાઉન્ડમાં રોકી તેમની પાસેથી દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. જોકે સુરતમાં તેમજ રાજયમાં અનેક જગ્યાએ રાજકિય કાર્યક્રમો થાય છે. ત્યારે પોલીસ ભાજપના નેતાઓ સામે કોઇ પણ પ્રકારની દંડનાત્મક કાર્યવાહી કરાવમાં આવતી નથી.