કિર્તેશ પટેલ, સુરત : સુરતના પાંડેસરામાં ફરી એક વાર જાહેરમાં (Surat) ખૂની ખેલ ખેલાયો છે, જોકે અહીંયા જમીન વિવાદને લઇને જમીન પર ગેરકાયદેસર કબજો કરતા યુવાનને (Man stabbed to death) પાંચ કરતા વધુ ઈસમોએ આવીને જાહેરમાં તીક્ષ્ણ હથિયાર (Attack on Man) વડે રહેંસી નાખી હત્યા કરી ફરાર થઇ જતા પોલીસ (Surat Police) દોડતી થઇ છે. જોકે ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. સુરતમાં સતત હત્યાની ઘટના બની રહી છે ત્યારે આજે વધુ એક ઘટના સામે આવી છે.