કિર્તેશ પટેલ, સુરત : સુરતમાં (Surat) મહિલા દિવસે (Women's Day 2021) જ મહિલાઓની દયનીય હાલત સામે આવી રહી છે. મહિલા દિવસે જ સુરતની એક મહિલાને તેના પતિએ (Married Woman) ઘરની બહાર કાઢી મૂકી હતી. જેને લઈને મહિલાએ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ (Attempted suicide) કર્યો હતો. મહિલા ઝેરી દવા આપી પોલીસ મથકે પહોચી હતી. જો કે ઝેરી સવા પીધેલી હોવાથી મહિલા ત્યાં જ ઢળી પડી હતી. જેથી મહિલા પીએસઆઈ પોતાની કારમાં મહિલાને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈને પહોંચ્યા હતા. જ્યાં હાલ મહિલાની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે.
મહિલા દિવસે પણ મહિલાઓ પરના અત્યારચારનો સિલસિલો યથાવત રહ્યો છે. સુરતમાં મહિલા દિવસે જ મહિલાએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો છે. પતિએ ઘરમાંથી કાઢી મૂકતા મહિલા વંદા મારવાની ઝેરી દવા પી પોલીસ સ્ટેશન પહોંચી હતી. પોલીસ સ્ટેશનમાં જ મહિલા ઢળી પડતા મહિલા પીએસઆઈ પોતાની કારમાં મહિલાને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈને પહોંચ્યા હતા. જ્યાં હાલ મહિલાની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે.
સુરતના અડાજણ વિસ્તારમાં રહેતી આ મહિલાના ત્રણ વર્ષ પહેલાં કવાસ ખાતે રહેતા યુવક સાથે લગ્ન થયા હતા. ત્યારબાદ મહિલાએ બે વર્ષ પહેલાં પુત્રને જન્મ આપ્યો હતો. દરમિયાન સાસરિયાઓએ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. મહિલા 5 દિવસ પહેલાં જ અડાજણથી કવાસ સાસરીમાં ગઈ હતી. 4 દિવસ સાસરિયાંઓએ સારી રીતે રાખ્યા બાદ આજે પતિએ મારીને ઘરમાંથી કાઢી મૂકી હતી.
આ પહેલાં પતિએ કાગળ પર સહી લઈ દીકરાને પણ લઈ લીધો હતો. પતિ સહિત સાસરિયાંઓએ ઘરમાંથી કાઢી મૂકતા અને બે વર્ષના પુત્રને લઈ લેતા મહિલા ભાંગી પડી હતી. ત્યારબાદ ઝેરી દવા પીને ઇચ્છાપોર પોલીસ સ્ટેશન પહોંચી હતી. જ્યાં જમીન પર ઢળી પડતાં મહિલા પીએસઆઈ તાત્કાલિક આ અર્ધબેભાન અવસ્થામાં રહેલી મહિલાને પોતાની કારમાં સિવિલ હોસ્પિટલ લઈને પહોંચ્યા હતા.