કિર્તેશ પટેલ, સુરતઃ સુરતમાં સતત ગુનાખોરી (surat crime) વધી રહી છે. સતત હત્યા ઘટના સામે આવતા પોલીસ પણ દોડતી જોવા મળી રહી છે ત્યારે ગતરોજ લગ્ન કરી રોજીરોટી માટે પતિ સાથે એક મહિના પહેલા સુરતમાં ગોડાદરા ખાતે આવીને રહેતી મહિલાની તેના ઘરમાંથી લાશ મળી (woman dead body) આવતા ચકચાર મચી જવા પામી હતી.જોકે મહિલા ગળે ટૂંપો લાગેલી હાલતમાં લાશ મળી આવતા પોલીસ દોડતો થઈ જાવા પામી હતી. જોકે આ મહિલાની હત્યા છે કે પછી આત્મહત્યા (woman murder or suicide) તે દિશમાં તપાસ શરૂ કરી હતી. જોકે બીજી બાજુ મહિલા પતિ ગાયબ થઈ જતા પોલીસે (police) આ મામલે તપાસ શરૂ કરી છે.
સુરતમાં સતત ગુના ખોરીનો ગ્રાફ વધી રહ્યો છે. સવાર પડેને એક હત્યા ઘટના સામે આવતા શહેરમાં રહેલા લોકોમાં હાલમાં ભઈનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે હાલમાં શહેરમાં પોલીસની બીક નહીં રહેતા ગુનેગારો બેફામ બન્યા છે ત્યારે પરપ્રાંતમાંથી આવતા લોકો સુરતમાં સૌથી વધુ ગુનામાં સંડોવાયેલા જોવા મળે છે ત્યારે વધુ એક એવી ઘટના બનતા પોલીસ દોડતી થઈ જવા પામી હતી.