ઈશાન પરમાર, સાબરકાંઠા : સાબરકાંઠા જિલ્લાના તલોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એક ગુન્હામાં સનસનાટી ભર્યો ઘટસ્ફોટ થયો છે. અહીંયાના તલોદ પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયો હતો. જેમાં હરસોલ ગામની સીમમાં કાન્તાબેન પગી નામની એક મહિલાની 29 સપ્ટેમ્બરે લાશ મળી આવી હતી. આ લાશ મળી આવતા પોલીસે તેનું અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. જેમાં મૃતક મહિલાનું માથાના ભાગે તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી મર્ડર કરવામાં આવ્યું હોવાનું ખુલ્યું હતું.