સુરતના સીમાડા ખાતે આવેલી સોસાયટીમાં રહેતા 31 વર્ષીય વિધવા મહિલા મૂળ ભાવનગરની વતની છે. તેમને સંતાનમાં ૮ વર્ષની દીકરી છે, પતિનું ૩ વર્ષ પહેલાં અવસાન થયું છે. પાંચ મહિના પહેલાં ફેસબુક પર તેણીની શ્યામ ગઢવી નામના યુવક સાથે ફ્રેન્ડશિપ થઇ હતી. શ્યામે પોતે ભાવનગર-મહુવાનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ તેઓ વોટ્સએપ પર અને ફોન પર વાતચીત કરતા થયા હતા.
શ્યામ ગઢવીએ વિધવા મહિલા પાસે સરનામું મેળવી તેમના ઘરે મળવા માટે પણ ગયો હતો. અહીં શ્યામે વિધવા મહિલાને લગ્ન કરવાની વાત કરી હતી. જેથી વારંવાર શ્યામ તેણીના ઘરે આવી શરીરસંબંધ બાંધતો હતો. ત્યારબાદ શ્યામે લગ્નની વાત કરી પોતાના આઇડી મૂક્સ-ફોટા વગેરે ડોક્યુમેન્ટ્સ લગ્નની નોંધણી કરવાની કાર્યવાહી માટે આપી ગયા હતા.