કિર્તેશ પટેલ, સુરત : સુરતની નવી સિવિલ હોસ્પિટલ (civil hospital surat) કોરોના પોઝિટિવ આવતા (prisoner corona ward) સારવાર માટે દાખલ આરોપીઓ પોલીસ ઝાપતા (Police security) માં હોય છે, ત્યારે આરોપીઓ કોરોના (Accused) વોર્ડમાં સિગારેટ (Smoking cigarate in corona ward) ફૂંકતા ફૂંકતા મોબાઈલ ફોન પર ગેમ રમતા હોવાનો વીડિયો વાઇરલ થતા ચકચાર મચી જવા પામી છે. જોકે પોલીસ ઝાપતામાં રહેલા આરોપીઓ પાસે કા તો સિવિલ હોસ્પિટલ સ્ટાફ અથવા પોલીસ દ્વારા નમતું જોખવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યુ છે. આ વીડિયો (Viral video of surat civil hospital) ધૂમ મચાવી રહ્યો છે. જેના કારણે અન્ય દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા થવાની સાથે સાથે જ સલામતીના ગંભીર સવાલો પણ સર્જાયા છે.
સુરત પોલીસ (surat Police) દ્વારા અલગ અલગ પોલીસ મથકમાં ગુનામાં અટકાયતમાં લેવામાં આવેલા આરોપીને કોરોના મહામારીના કારણે ધરપકડ બાદ પહેંલા તેમનો કોરોના રિપોર્ટ કરુવામાં આવે છે, અને જો આરોપીને શંકાસ્પદ કે કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા સુરતની નવી સિવિલ ખાતે આવેલ જૂના બિંલ્ડિગ ખાતે આરોપી માટે એક વૉર્ડડ તૈયાર કરવામાં આ્યો છે ત્યાં સારવાર આપવામાં આવે છે.
જોકે આ તમામ આરોપીને દાખલ કર્યા હોય તે દરમિયાન અહીંયા પોલીસને મૂકવામાં આવે છે, ત્યારે આ આરોપી પોતાના વોર્ડમાં પોતાના બેડ પર હાથકડી (Handcurf) પહેરીને બેઠેલા જોવા મળે છે. ત્યારે ગતરોજ એક વીડિયો (Viral video) વાઇરલ થયો છે. તેમાં આ આરોપી કોરોના વોર્ડમાં હાથકડી સાથે સિગારેટ ના કસ મારતા જોવા મળ્યા હતા.