Home » photogallery » surat » સુરત : જાહેરમાં પરેડ કાઢી જન્મદિવસની ઊજવણી, નારેબાજી વચ્ચે 'ભાઈ'એ તલવારથી કાપી કેક

સુરત : જાહેરમાં પરેડ કાઢી જન્મદિવસની ઊજવણી, નારેબાજી વચ્ચે 'ભાઈ'એ તલવારથી કાપી કેક

સુરતમાં વારંવાર જાહેરમાં જન્મદિવસની ઊજવણીના વીડિયો થઈ રહ્યા છે વાયરલ, સચિન વિસ્તારમાં તલવારથી કેક કાપી જન્મદિવસની ઊજવણી થઈ વાયરલ

  • 15

    સુરત : જાહેરમાં પરેડ કાઢી જન્મદિવસની ઊજવણી, નારેબાજી વચ્ચે 'ભાઈ'એ તલવારથી કાપી કેક

    કિર્તેશ પટેલ, સુરત : સુરતમાં (Surat) કાયદાનો ખોફ હાવી રહ્યો નથી તેવી સતત ઘટના સામે આવી રહી છે. જોકે હાલમાં કોરોના મહામારી વચ્ચે જાહેરમાં કાર્યક્રમની ઊજાણી પર પ્રતિબંધ છે અને તેમાં જાહેરમાં જન્મ દિવસની (Birthday Celebration) ઊજવણી કરવા પર પ્રતિબંધ છે ત્યારે સુરતના સચિન વિસ્તારમાં જાહેરમાં જન્મદિવસની ઊજવણી સાથે તલવારથી કેક કાપીને રેલી કાઢવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા પોલીસ દોડતી થઈ છે.

    MORE
    GALLERIES

  • 25

    સુરત : જાહેરમાં પરેડ કાઢી જન્મદિવસની ઊજવણી, નારેબાજી વચ્ચે 'ભાઈ'એ તલવારથી કાપી કેક

    સુરતમાં આમ તો જાહેરમાં જન્મ દિવસની ઉજાણી કરવાનું પોલીસ કમિશનરનું જાહેરનામું છે. સાથે હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે કોઈ પણ પ્રસંગ જાહેરમાં ન ઊજવવાની સાથે સરકારની ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. જોકે આ ગાઈડલાઇનનું પાલન કરવામાં સુરત પોલીસ અને તંત્ર નિષ્ફળ ગયું છે જેને લઇને આવી ઉજાણીના વીડિયો સતત સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યા છે.

    MORE
    GALLERIES

  • 35

    સુરત : જાહેરમાં પરેડ કાઢી જન્મદિવસની ઊજવણી, નારેબાજી વચ્ચે 'ભાઈ'એ તલવારથી કાપી કેક

    ત્યારે સુરતનાં છેવાડે આવેલા સચિન ખાતેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે જેમાં એક ઈસમ પોતાનો જન્મદિવસ જાહેર નામાનો ભંગ કરવાની સાથે કોરોના ગાઈડલાઇનને નેવે મૂકીને જાહેરમાં જન્મદિવસની ઉજાણી કરે છે.

    MORE
    GALLERIES

  • 45

    સુરત : જાહેરમાં પરેડ કાઢી જન્મદિવસની ઊજવણી, નારેબાજી વચ્ચે 'ભાઈ'એ તલવારથી કાપી કેક

    જોકે ઉજાણી સાથે આ ઈસમ તલવાર વડે કેક કાપી હતી જોકે જન્મ દિવસ ની ઉજાણી કરવા માટે લોકો મોટી સંખ્યામાં એકત્ર કરી રેલી પન કાઢી હતી અને 'વસીમ ભાઈ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથે હે, માયા ભાઈ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હે'ના નારા પણ લાગ્યા હતા.

    MORE
    GALLERIES

  • 55

    સુરત : જાહેરમાં પરેડ કાઢી જન્મદિવસની ઊજવણી, નારેબાજી વચ્ચે 'ભાઈ'એ તલવારથી કાપી કેક

    સચિન વિસ્તારના આ કહેવાતા 'ભાઈ'એ જાહેરમાં તલવારથી કેક કાપીને જન્મદિવસની ઊજવણી સાથે સાથે રાત્રિ કર્ફ્યૂનો ભંગ અને કોરોના વાયરસની ગાઇડલાઇનનો ભંગ કરી અને પોલીસને જાણે પડકાર ફેંક્યો હોય તેવું લાગી રહ્યું છે.

    MORE
    GALLERIES