સુરતઃ સુરતના (surat news) ડિંડોલી વિસ્તારમાં બે વર્ષના માસૂમ બાળકનું અપહરણ (child kidnapping) થયાની વિગતો સાથે આવતાની સાથે સુરતના ડિંડોલી પોલીસ (Dindoli police) હરકતમાં આવી હતી. સુરત પોલીસની અલગ અલગ ટીમો બનાવી બાળકની શોધખોળ શરૂ કરી હતી. જોકે વાળા બાળકો સાથે દુષ્કર્મની ઘટના વધી હોવાને લઇને પોલીસ સ્ટેશનમાં બાળકનો ફોટો વાયરલ કર્યો (child photo viral) હતો. જેના આધારે 72 કલાક બાળક મળી આવ્યો હતો બાળકનું અપહરણ કરનાર મહિલાની સુરત પોલીસે (surat police) ધરપકડ કરી તેની વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
સુરતમાં ઘર નજીક રમતા નાના બાળકોના અપહરણની ઘટના બાદ આવા બાળકો સાથે દુષ્કર્મ આચર્યા બાદ તેમની હત્યા નીઘટના સતત વધી રહી છે તેવામાં આવી કોઈ ઘટના પોલીસ ને જાણકારો મળતા પોલીસ આવા બાળકો શોધવાની કામગીરી પર લાગી જતા હોય છે જેથી તેમની સાથે દુસ્કરમ કે તેની હત્યા થાય પહેલા શોધી કાળવાની કામગીરી કરતા હોય છે.
ત્યારે સુરતના ભેસ્તાન આવાસ ખાતે રહેતા એક બે વર્ષના બાળકનું બે દિવસ પહેલા પણ થયાની ઘટના ડિંડોલી પોલીસ સામે આવતા પોલીસે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી આ બાળકની શોધખોળ શરૂ કરી હતી. જોકે આ બાળકને સુધી કરવા માટે પોલીસે સોશિયલ મીડિયામાં બાળકના ફોટા વાયરલ કરવા સાથે પોસ્ટર લગાવી તેની શોધખોળ શરૂ કરતાં પોલીસને જાણકારી મળી હતી કે દૂર કરવામાં આવેલી એક મહિલા બાળકને ઉઠી ગઈ હતી.
આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી જોકે આ તપાસમાં પાછળથી બ્રાન્ચની ટીમ પણ જોડાઇ હતી અને પોલીસે 72 કલાકની મહેનત બાદ આ બાળકને અપહરણકારોના સકંજામાંથી છોડાવી એક મહિલાની ધરપકડ કરી હતી રૂબીના નામની મહિલાની અટકાયત કરી તેની પૂછપરછ શરૂ કરી હતી. જેમાં મહિલાએ ચોંકાવનારી વિગતો પોલીસને આપી હતી જે બાળકીનું અપહરણ કર્યું હતું.
તેના પિતા ને જાણતી હતી અને તે જેલમાં હોવાને લઈને તે તકનો તેને લાભ લીધો હતો આરોપી મહિલા રુબીના ની બહેન બીજા લગ્નન બાદ નિઃસંતાન હોવાને લઇને પોતાની બહેન માટે આ બાળકનું અપહરણ કર્યું હતું જો કે બાળકના અપહરણ કર્યા બાદ તેને નંદુરબાર ખાતે લઈ જવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને સુરતના લિંબાયત માં લાવી તેની બહેનપણીના ઘરે સંતાડી રાખ્યો હતો.
જોકે પોલીસે આ બાળકને છોડાવી લઇ આ મહિલાની ધરપકડ કરી હતી પૂછપરછમાં ઘટસ્ફોટ થયો હતો પોલીસે મહિલા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ ના ચક્રો ગતિમાન કર્યા છે જોકે આ બાળકને પ્રેમ પોતાના પરિવારને મળી જતાં પરિવારે પોલીસ નો આભાર વ્યક્ત કરવા સાથે બાળક મળી આવતાં પરિવારમાં ખુશીની લહેર છવાઇ જવા પામી હતી.