પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતની અઠવાલાઇન્સ આદર્શ સોસાયટીમાં રહેતા અને જાણીતા આયુર્વેદ તબીબ ડો. આનંદ વૈદ્યની બે દીકરીઓ ૨૫ વર્ષીય અદિતિ અને ૨૧ વર્ષીય અનુજાએ ૨૨મીએ વહેલી સવારે માઉન્ટ એવરેસ્ટની ટોચ પર પહોંચીને દેશનો ત્રિરંગો લહેરાવ્યો હતો. જેઓ આજે સુરત એરપોર્ટ પર પરત આવી પહોંચતા તેમના પરિવાર અને મિત્રોએ ભવ્ય સ્વાગત કર્યું છે.
ઉલ્લેખનીય છે કે, ૧૯૫૩ની સાલમાં એડમન્ડ હિલેરી અને શેરપા તેન્સિંગે પ્રથમવાર ૨૯ હજાર ફૂટની ઊંચાઇએ આવેલા માઉન્ટ એવરેસ્ટને સર કર્યું હતું. ત્યાર બાદ ૧૯૮૪માં બચેન્દ્રી પાલ પહેલા ભારતીય મહિલા બન્યા હતા. જોકે, હમણાં સુધી ગુજરાતમાંથી એકેય મહિલાએ આ ગૌરવ મેળવ્યું ન હતું. આ સાથે જ સુરતની આ બે દીકરીઓએ ગુજરાતનું નામ રોશન કર્યું છે.