કિર્તેશ પટેલ, સુરતઃ સુરતના ડિંડોલી વિસ્તારમાં (Dindoli loot case) ગત તારીખ ૨૧મી મેના રોજ પી એમ આંગડિયા સર્વિસના વ્યક્તિને તમંચો બતાવી 33 લાખ રૂપિયા અને રોકડની લૂંટ (loots) થઇ હતી.આ ઘટનામાં સુરત ક્રાઇમ બ્રાન્ચને (surat crime branch) અગત્યની સફળતા મળી છે. લૂંટમાં સંડોવાયેલા હરિયાણાની કુખ્યાત હિસ્સાર ગેંગ બે સભ્યો તેમજ આ લૂંટારૂઓને ટીપ આપનાર સુરતના એક વ્યક્તિ મળી કુલ ત્રણની ધરપકડ કરવામાં આવી છે તેની સાથે સાથે આઠ લાખ પચાસ હજાર રૂપિયા રોકડ એક ઈનોવા કાર અને બે મોબાઇલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે.
ગત તારીખ ૨૧મી મેના રોજ સુરતના ડિંડોલી ઓમ નગર વિસ્તારમાં સવારના સુમારે પીએફ આંગડિયા પેઢીના સંચાલક પોતાની સાથે બાઈક ઉપર જીલ્લામાં અંદાજીત ૩૩ લાખ રૂપિયાની રોકડ લઈને જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં તેને આખરી બે શખ્સોએ રિવોલ્વર બતાવી ૩૩ લાખ રૂપિયા ભરેલો થેલો આંચકી લીધો હતો જે જગ્યાએ ઘટના બની હતી તે સ્થળની આસપાસ ક્યાંય સીસીટીવી હતા નહીં જેને લઇને પોલીસ માટે આ ગુનાનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડવો એ મોટી ચેલેન્જ હતી.