કિર્તેશ પટેલ, સુરતઃ સુરતમાં તલવાર વડે જાહેરમાં કેક (cake cut video) કાપતો વીડિયો વાયરલ (Viral Video) થતા ડીંડોલી પોલીસ ઉધતી (Dindoli police) ઝડપાઇ હતી બાદમાં વીડિયો વાયરલ થતા પોલીસ દોડતી થઈ ગઈ હતી બે આરોપીની (two accused) અટકાયત કરીને આગળની કરાવહી હાથ ધરી હતી. સુરતમાં જાહેરમાં જન્મદિવસની (Birthday celebration) ઉજવણી કરવી જાણે એક પ્રસંગ બનતી હોય તેવું લાગી રહ્યું છે યુવાનો દ્વારા સતત જાહેરમાં અને તેમાં પણ ઘાતક હથિયારો વડે જન્મદિવસની કેક આપવાની પ્રથા ચાલી રહી છે.
જોકે આવા લોકો આ પ્રકારના કૃત્ય ન કરે તે માટે સુરત પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે તે છતાં લોકો સુધરવાનું નામ નથી લેતા જાહેરમાં તલવાર વડે કેક કાપનાર સામે પોલીસ કમિશનર દ્વારા કેટલાક લોકો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે તે છતાં પણ લોકો આ પ્રકારે કેક કાપીને જન્મદિવસની જાહેરમાં ઉજવણી કરતા હોય છે.