Tiktok એપ ફોર વિડીયો બનાવી લોકોની ચર્ચામાં આવેલી અને સુપરસ્ટાર ગણાતી કીર્તિ પટેલ (Kirti Patel Controversy) ફરી એક વખત વિવાદમાં સપડાય છે અમદાવાદમાં મારામારીની ફરિયાદ બાદ tik tok girl કીર્તિ પટેલ સામે સુરતના ડુમસ પોલીસ (Surat) સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે ગોવા થી આવતા સમયે ફ્લાઈટમાં (Goa Surat Flight) એરહોસ્ટેસે (Air Hostess) સાથે ઝઘડો કર્યા બાદ મારામારી કરતા દ્વારા જયપુરથી (Jaipur) સુરત આવી નોકરીમાંથી રાજીનામું આપ્યા બાદ આ કામે ડુમસ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે
થોડા દિવસ પહેલા કીર્તિ પટેલ ગોવાથી સુરમાં આવી રહી હતી ત્યારે ફ્લાઇટના એર હોસ્ટેસ દ્વારા તેને માસ્ક પહેરવાનું કહેવામાં આવ્યું હતું જેને લઇને કીર્તિ પટેલ ઘેરાઈ ગઈ હતી અને પહેલા ફ્લાઇટના કર્મચારી સાથે ઝઘડો કર્યા બાદ તેને સાઈડ પર લઈ જાય તેને બે ત્રણ લાફા મારી દીધા હતા જેને લઈને ગોવા-સુરત-જયપુર ફ્લાઈટમાં તમામ મુસાફરો સામે થયેલા અપમાનને લઈ એરહોસ્ટેસ એ જયપુરથી સુરત આવી નોકરી પરથી રાજીનામું પણ આપી દીધું હોવાની ચર્ચાઓ આવી રહી છે.
ઘોડા પર બેસીને વિડિયો બનાવવાનો લઈને પણ વિવાદ સર્જાયો હતો ત્યારે સાથે ઘુવડ રાખવાને લઈને વનવિભાગ દ્વારા પણ તેના પર કાર્યવાહી કરવામાં આવી હતી જોકે એક યુવાને કરેલી મશ્કરી ને લઈને તેને જીવલેણ હુમલો કરતાં પુણા પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કર્યો હતો ત્યારે બે દિવસ પહેલાં કહી શકાય અમદાવાદ પોલીસ માટે પણ એક ગુનો દાખલ કર્યો છે.