કેતન પટેલ, બારડોલી : સુરત જિલ્લાના પલસાણા (palsana surat) તાલુકાનાં જોળવા ખાતે દેસાઇ ફળિયા નજીક ત્રણ ઠગો સોનું (Cheating of gold) ચમકાવવાના બહાને એક મહિલા પાસે સોનાની ચેઇન (Gold chain) તેમજ અન્ય દાગીના મળી 2 તોલા સોનું લઈ રફુચક્કર (gold stalen) થઈ જતાં ચકચાર મચી ગઈ છે. ગઠિયાઓ ફળિયામાં લગાડેલા સીસીટી કેમેરામાં (CCTV Camera)માં ઝડપાઈ ગયા છે.
પ્રથમ આ ટોળકી ગામના સરપંચ ના ઘરના ઓટલા ઉપર બેઠેલી સરપંચની છોકરી પાસે ગયા કતા તો તેઓએ ધમકાવીને ત્યાંથી રવાના કર્યા હતા જોકે મોટા ભાગના ગ્રામજનોએ આ ટોળકીને મચક આપી ન હતી પરંતુ ચંદ્રસિંહ પ્રવીણસિંહ પરમારને ત્યાં આ ઠગ ટોળકીના સભ્યો પહોંચ્યા હતા. જ્યાં જઈ તેમણે સોનાના દાગીના પાલીસ કરવાના છે કે કેમ તે અંગે પૂછ્યું હતું.