તોફાની પૂર વચ્ચે આ આગાહી દક્ષિણ ગુજરાત માટે ચિંતા સમાન છે. તો સૌરાષ્ટ્રની હાલત પણ આગામી દિવસોમાં મેઘરાજા બગાડી શકે છે. જે રીતે છેલ્લા 4 દિવસમાં મેઘરાજાએ તાંડવ મચાવ્યું છે જેના કારણે રાજ્યમાં સામાન્ય કરતાં 65 ટકા વધુ વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં સામાન્ય કરતાં 94 ટકા વધુ વરસાદ વરસ્યો છે. તો દક્ષિણ ગુજરાત સહિત અન્ય ભાગોમાં 46 ટકા વધુ વરસાદ વરસ્યો છે. હજુ પણ ચાર દિવસ રાજ્યમાં વરસાદનું જોર યથાવત રહેશે. બે દિવસ બાદ દરિયો પણ તોફાની બનવાની સંભાવના છે. 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.