કિર્તેશ પટેલ, સુરત : સુરતનાં અઠવાલાઈન્સ જૈન સંઘમાં આચાર્ય ગુણરત્નસૂરિ મહારાજની નિશ્રામાં આગામી દિવસમાં દીક્ષા ગ્રહણ કરવાના છે. તેવા દીક્ષાર્થી આજથી દીક્ષા માટેના મુહર્ત માટે શોભાયાત્રા કાઢી સચિનની ફરારીમાં દીક્ષાની તારીખ લેવા ગયા હતા. જેમાં આજે મુમુક્ષુ કામેશકુમાર જૈન અને અમદાવાદનો જિનેશ પરીખ દીક્ષાનું મુહુર્ત ગ્રહણ કર્યું હતું. જ્યારે શનિવારના રોજ ઇશિતાપાર્કના વિજયભાઈનો આખો પરિવારમાં માતા પિતા અને પુત્ર અને પુત્રી દીક્ષા માટે શનિવારના રોજ મુહર્ત લેશે.
શહેરના અઠવાલાઈન્સ જૈન સંઘમાં આચાર્ય ગુણરત્નસૂરિ મહારાજ સસંઘ ચાતુર્માસ સુરતમાં કરી રહ્યાં છે. તેમની નિશ્રામાં આજ સુધી માં 431 જેટલી દીક્ષાઓ થઈ ગઈ છે. આગામી દિવસમાં બીજી 11 જેટલી દીક્ષાઓ આપવાના છે. જેથી તેમની દીક્ષાની સંખ્યા 442 સુધી પહોંચી જશે. આ 11 દીક્ષામાંથી બે દીક્ષાના આજે મુહુર્ત આપ્યા હતા. ઇશિતા પાર્કના એક પરિવારના માતા પિતા અને પુત્ર અને પુત્રી આવતીકાલે એટલે કે શનિવારે દીક્ષાનું મુહુર્ત પ્રદાન કરશે.
હાલમાં જે 11 દીક્ષાના મુહુર્ત પ્રદાન કરવાની પ્રક્રિયા ચાલે છે. તેમની દિક્ષા આગામી મહિનાઓમાં લેવાશે. આ અંતર્ગત આજે ત્રિકમનગર જૈન સંઘમાં રહેતા અને રાજસ્થાનના શિરોહીના વતની પ્રકાશભાઈ જૈન અને પુષ્પાબેનના પુત્ર કામેશ અને અમદાવાદના જિનેશ પરીખની ખુલ્લી જીપમાં શોભાયાત્રા નીકળી હતી. શાલીગ્રામ એપાર્ટમેન્ટથી નીકળેલી આ શોભાયાત્રા વિવિધ વિસ્તારોમાં ફરી ઉપાશ્રયે પહોંચી હતી. ત્યારબાદ 10 કલાકે બંને મુમુક્ષુના પરિવારજનોને દીક્ષાના મુહુર્ત પ્રદાન કર્યું હતું. બંને મુમુક્ષુની સચિનની ફરારીમાં શોભાયાત્રા નીકળી હતી. જ્યારે શનિવારે વિજયભાઈના આખા પરિવારને દીક્ષાનું મુહુર્ત અપાશે.