ટેકસટાઇલ સીટી સુરતમાં અનેક એવી માર્કેટ છે જ્યાં હોલસેલ ભાવે કાપડ થી લઈને તૈયાર કપડા મળી રહે છે. જેમાં સૌથી જૂની અને જાણીતી હોલસેલ માર્કેટ બોમ્બે માર્કેટ છે. જેમાંથી ન્યુ બોમ્બે માર્કેટ અલગ કરવામાં આવી છે અને આ હોલસેલ માર્કેટમાં કાપડ, ડ્રેસ મટીરીયલથી લઈને ચણિયાચોળી સુધીની તમામ વેરાઈટી સસ્તા થી સસ્તા ભાવમાં મળી રહે છે.