કિર્તેશ પટેલ, સુરત: શહેરના પોસ વિસ્તારમાં રહેતા ધનિક પરિવારમાં કામની જરૂર છે તેવી જરૂરિયાત ઊભી કરી ધનિક પરિવારોમાં ઘરકામ કરવા માટે રહેતી મહિલાઓ સમય મળતાની સાથે જ ઘર સાફ કરી ફરાર થઈ જતી હોવાની સતત ઘટનાઓ સામે આવતી હોય છે. આવી એક ઘટનામાં 7.80 લાખની ચોરીની એક ફરિયાદના મામલે પોલીસે તપાસ શરૂ કરતાની સાથે જ પોલીસને બાતમી મળી હતી. જેમાં તપાસના આધારે સુરત પોલીસે આવી જ રીતે લોકોના ઘરે ઘરઘાટી બની ઘર સાફ કરનારી આંતરરાજ્ય ગેંગની બે મહિલા સાથે એક પુરુષની ધરપકડ કરી છે.
પકડાયેલી આ મહિલાઓની ગેંગ આંતરરાજ્ય ગુના આચરતી હતી. ગુજરાતમાં ખાસ કરીને સુરત જે બાદ બિહાર, ઓરિસ્સા, પંજાબ અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં આ ગેંગ વિરુદ્ધ નોંધાઇ ચૂક્યા છે. જોકે પોલીસે હાલ તેઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. આ ગેંગે ભૂતકાળમાં કયા કયા રાજ્યમાં કયા કયા ગુનામાં સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરવા સાથે ચોરીમાં તડફેલો મુદ્દામાલ રિકવર કરવાની કામગીરી પણ શરૂ કરી છે.
આ આરોપીઓ શહેરના પોષ વિસ્તારમાં ઘરઘાટી નોકરીની પોતાને જરૂર છે અને પોતાની ધરની પરિસ્થતી સારી ન હોવાનું કારણ જણાવી ધરમાલિકનો વિશ્વાસ કેળવે છે. નોકરી મેળવતા અને ત્યારબાદ મકાનમાં કિંમતી સામાન ક્યાં રાખેલો છે તેની રેકી કરી માલિકની નજર ન હોય તો કિંમતી સામાન સોના ચાંદીના ઘરેણા તથા રોકડ રકમની ચોરી કરવાની ટેવ ધરાવે છે.