Home » photogallery » surat » સુરત : પત્નીના વોચમેન સાથે બંધાયા હતા આડા સંબંધ, પતિને જાણ થતા કરી હતી આત્મહત્યા

સુરત : પત્નીના વોચમેન સાથે બંધાયા હતા આડા સંબંધ, પતિને જાણ થતા કરી હતી આત્મહત્યા

રૂવાડા ઊભા કરી નાખતી ઘટના, વાહન દલાલની પત્ની હિના અને વોચમેન અંકિતના પ્રેમ પ્રકરણમાં સતત દબાણમાં જીવી રહેલા પારસે કર્યો હતો આપઘાત, પોલીસે પુરાવા મળતા પત્નીની ધરપકડ કરી

विज्ञापन

  • 17

    સુરત : પત્નીના વોચમેન સાથે બંધાયા હતા આડા સંબંધ, પતિને જાણ થતા કરી હતી આત્મહત્યા

    કિર્તેશ પટેલ, સુરત : સુરતના એલ પી સવાણી રોડ પર થોડા સમય પહેલાં એક બિલ્ડિગના 11 માળેથી કૂદીને વાહન દલાલ આપઘાત મામલે પોલીસ તપાસમાં મોટો ઘટસ્પોટ થયો છે આપઘટા કાર્નર યુવા મિતાએ આપેલા પુરાવાને ધ્યાને લઈને પોલીસ તપાસમાં યુવાનની પત્ની લોકડાઉન સમયે બિલ્ડિગનાં વોચમેનનાં પ્રેમ પડી હતી અને આ બાબતે પતિને જાણકારી મળતા આ બંનેને સમજાવતા બંનેએ આ યુવાન સાથે ઝઘડો કરતા હતા જેને લઈને કંટાળીને યુવાને આપઘાત કર્યો હતો.  આ મામલે પોલીસે બંને ઇસમો વિરુદ્ધ આપઘાતની દુષ્પ્રેરણા નો ગણો દાખલ કરી પત્નીની ધરપકડ કરી છે.

    MORE
    GALLERIES

  • 27

    સુરત : પત્નીના વોચમેન સાથે બંધાયા હતા આડા સંબંધ, પતિને જાણ થતા કરી હતી આત્મહત્યા

    સુરતમાં સતત આપઘાત ની ઘટના સામે આવી રહી છે ત્યારે સુરતની અડાજણ પોલીસે થોડા સમય પહેલા અડાજણ વિસ્તારમાં રહેતા અને વાહન દલાલી કરતા યુવાને એકે બિલ્ડિગનાં 11 માળેથી ઝંપલાવીને આપઘાત કર્યો હતો. તેમાં મોટો ઘટસ્ફોટ કર્યો છે.સુરત ના અડાજણ ખાતે આવેલ  એલ.પી.સવાણી રોડ કલાપી રેસીડન્સી બી/303 માં રહેતા 33 વર્ષીય વાહન દલાલ પારસ શ્યામભાઈ ખન્નાએ ગત 14 ડિસેમ્બરની મોડી રાત્રે પાલ આરટીઓ પાસે નવી બંધાતી કાસા રિવેરા બિલ્ડિંગના 11 માં માળેથી કૂદી આપઘાત કર્યો હતો.  

    MORE
    GALLERIES

  • 37

    સુરત : પત્નીના વોચમેન સાથે બંધાયા હતા આડા સંબંધ, પતિને જાણ થતા કરી હતી આત્મહત્યા

     12 વર્ષ અગાઉ હિના સાથે પ્રેમલગ્ન કરનાર પારસ આઠ માસ અગાઉ લોકડાઉનમાં પત્ની સાથે પાલનપોર ખાતે સ્તુતિ આઈકોનમાં રહેવા ગયો હતો. ત્યાં નિઃસંતાન હિના બિલ્ડિંગના વોચમેનને દિલ દઈ બેઠી હતી જોકે આ પ્રેમ સંબંધ બાબતે પતિને જાણકારી મળતા પતિ પારસે  વોચમેન અંકીત ગોવીંદ પ્રસાદને પત્ની હીના  બંનેને સમજાવ્યા હતા. પણ હિના વાત માનતી ન હતી. અંકિત સાથે થોડો સમય વાત કરવાનું બંધ કરી ફરી સંબંધ રાખતી હિના પારસ સાથે ઝઘડો કરી તું મને છોડી દે તો મારાથી અંકિત સાથે જવાય તેમ કહેતી હતી.

    MORE
    GALLERIES

  • 47

    સુરત : પત્નીના વોચમેન સાથે બંધાયા હતા આડા સંબંધ, પતિને જાણ થતા કરી હતી આત્મહત્યા

    આ સંબંધને લીધે તાણમાં રહેતો પારસ હિનાને લઈ માતાના ઘરે કલાપી એપાર્ટમેન્ટમાં રહેવા આવ્યો તો અંકિત ત્યાં હિનાને મળવા આવતો હતો  જોકે આ બાબતે કંટાળી પારસ નવેમ્બરમાં પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. નવેમ્બર માસમાં પારસ આત્મહત્યા કરવા ઓએનજીસી બ્રિજ ઉપર પહોંચ્યો હતો. પરંતુ પોલીસે તેને પકડી લીધો હતો. તે સમયે સમાજની બીકે પારસે સાચું કારણ કહ્યું ન હતું.

    MORE
    GALLERIES

  • 57

    સુરત : પત્નીના વોચમેન સાથે બંધાયા હતા આડા સંબંધ, પતિને જાણ થતા કરી હતી આત્મહત્યા

     પત્ની પારસ સાથે ઝઘડો કરતી હતી. જોકે આ બાબતે વોચમેન અંકિત પણ પારસને   ધમકી આપી હતી કે જો તું અમારી વચ્ચે આવ્યો તો મારી નાખીશ પારસ બનાવના દિવસે રાત્રે હિનાના મોબાઈલ ફોન ઉપર મેસેજ જોયા બાદ ઝઘડો થતા ઘરેથી નીકળી કાસા રિવેરા બિલ્ડિંગ પર પહોંચ્યો હતો.પણ વોચમેન ધનબહાદુરે તેને અટકાવતા હું બિલ્ડરનો પુત્ર છું, સામાન અંદર રહી ગયો છે કહી અંદર ઘુસવા પ્રયાસ કર્યો હતો.

    MORE
    GALLERIES

  • 67

    સુરત : પત્નીના વોચમેન સાથે બંધાયા હતા આડા સંબંધ, પતિને જાણ થતા કરી હતી આત્મહત્યા

    વોચમેને ના કહેતા પારસ વાંસની નીચેથી ઘુસ્યો હતો અને વોચમેનને ધક્કો મારી જતો રહ્યો હતો આત્મહત્યા કરતા પહેલા પારસે મિત્ર હાર્દિકને વ્હોટ્સએપ ઉપર મેસેજ કરી અંકિતનો ફોટો મોકલ્યો હતો. તેમાં નીચે લખ્યું હતું. હાર્દિક આ મારી મોતનો જીમ્મેદાર છે. મારું અંતિમ સંસ્કાર તું કરજે. 1234 પાસવર્ડ છે. મારો મોબાઈલ રાજહંસ એલીટા ઉપર ટેરેસે મુક્યો છે.  તેવો મેસેજ કરી બિલ્ડિગમાં પ્રવસ કરિયાના થોડા સમયમાં પારસે 11 માં માળેથી પડતું મૂક્યું હતું.

    MORE
    GALLERIES

  • 77

    સુરત : પત્નીના વોચમેન સાથે બંધાયા હતા આડા સંબંધ, પતિને જાણ થતા કરી હતી આત્મહત્યા

    જોકે અડાજણ પોલીસે આ ઘટના મામલે તપાસ કરી રહી હતી ત્યારે  પારસના મિત્રએ પોલીસે આ મામલે  પોતાની પાસે રહેલા પુરાવા આપતા પોલીસે  પારસની માતા નીલમબેનની ફરિયાદ લઇ   પારસની પત્ની હિના અને પાલનપોર સ્થિત સ્તુતિ આઈકોનના વોચમેન અંકીત ગોવીંદ પ્રસાદ વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી અડાજણ પોલીસે પારસ ની પત્ની  હિના  ની ગતસાંજે ધરપકડ કરી હતી. જયારે અંકિતને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.  

    MORE
    GALLERIES