Home » photogallery » surat » વાહ! સુરતમાં જોડિયા બાળકોનું એસએસસી બોર્ડનું પરિણામ પણ આવ્યું સરખું

વાહ! સુરતમાં જોડિયા બાળકોનું એસએસસી બોર્ડનું પરિણામ પણ આવ્યું સરખું

Surat news: નાનપણથી જોડે અભ્યાસ કરતા બંને ભાઈઓએ ધોરણ 10ની પરીક્ષામાં પણ એકબીજાને મદદ કરી અને પરિણામ આવ્યું તે પણ સરખું જ આવ્યું.

  • 16

    વાહ! સુરતમાં જોડિયા બાળકોનું એસએસસી બોર્ડનું પરિણામ પણ આવ્યું સરખું

    કિર્તેશ પટેલ, સુરત: ગુજરાત બોર્ડનું ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે અને સુરત આ વખતે ગુજરાતમાં મેદાન મારી ગયું છે. ત્યારે સુરતના એક જ સ્કૂલમાં અભ્યાસ કરતા બે જોડિયા દીકરાઓએ તમામ લોકોને ચકિત કરી દીધા છે કારણ કે, બંને ભાઈઓનું રીઝલ્ટ છે સરખું છે અને માર્ક પણ એક સરખા છે. એટલે કે આ પરિણામની ચર્ચા બધે થઇ રહી છે.

    MORE
    GALLERIES

  • 26

    વાહ! સુરતમાં જોડિયા બાળકોનું એસએસસી બોર્ડનું પરિણામ પણ આવ્યું સરખું

    ધોરણ 10નું પરિણામ જાહેર થયુ છે. તો કેટલાક વિદ્યાર્થીઓ ખુશ છે તો કેટલાક દુખી થયા છે. આ વખતે સુરતના વિદ્યાર્થીઓ સૌથી વધારે મેદાન મારી ગયા છે ત્યારે સુરતના છેવાડે આવેલી ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલના બે વિદ્યાર્થીઓએ પરિવાર સાથે શાળાનું ગૌરવ વધાર્યું છે. શહેરના ટેક્સટાઇલના વેપાર સાથે જોડાયેલા પરિવારના બે જોડિયા બાળકોના પરિણામે લોકોને આશ્ચર્યચકિત કર્યા છે. કારણ કે, આ બંને જોડિયા બાળકોના પરિણામ પણ સરખા જ આવ્યા છે.

    MORE
    GALLERIES

  • 36

    વાહ! સુરતમાં જોડિયા બાળકોનું એસએસસી બોર્ડનું પરિણામ પણ આવ્યું સરખું

    આ બે જોડિયા બાળકો સુરતમાં એક સાથે એક જ સ્કૂલમાં એક જ ક્લાસમાં અભ્યાસ કરતા હતા. આખું વર્ષ ધોરણ 10ની પરીક્ષા માટે જે પ્રકારે તેમને મહેનત કરી હતી તેને લઈને તેમનું પરિણામ એ ગ્રેડમાં આવ્યું છે. મોબાઇલની દુનિયાથી દૂર રહી માત્ર અભ્યાસ તરફ ધ્યાન આપતા વિદ્યાર્થીઓ ભવિષ્યમાં કોમ્પ્યુટર ક્ષેત્રમાં આગળ વધવા માંગે છે.

    MORE
    GALLERIES

  • 46

    વાહ! સુરતમાં જોડિયા બાળકોનું એસએસસી બોર્ડનું પરિણામ પણ આવ્યું સરખું

    ત્યારે આ બંને ભાઈઓ દેખાવમાં સરખા છે, તેઓ કપડા પણ સરખા પહેરે છે. આ સાથે સૌથી મોટી વાત તો એ છે કે, આજે જ્યારે તેમનું પરિણામ આવ્યું ત્યારે પરિણામ પણ સરખું જ આવ્યું છે.

    MORE
    GALLERIES

  • 56

    વાહ! સુરતમાં જોડિયા બાળકોનું એસએસસી બોર્ડનું પરિણામ પણ આવ્યું સરખું

    આ બંને વિદ્યાર્થીઓના નામ રુદ્ર અને રુત્વ છે. સફળિયા રુદ્રએ 95.50 ટકા અને 600માંથી 570 ગુણ મેળવ્યા છે. જ્યારે સફળિયા રુત્વના 95.50 ટકા અને 600માંથી 570 ગુણ મેળવ્યા છે.

    MORE
    GALLERIES

  • 66

    વાહ! સુરતમાં જોડિયા બાળકોનું એસએસસી બોર્ડનું પરિણામ પણ આવ્યું સરખું

    આ પરિણામ અવતાની સાથે પરિવારમાં તો ખુશ થઇ ગયો છે આ સાથે સાથે શાળામાં પણ ખુશીનો માહોલ છવાયો છે. કારણ કે બંને ભાઈઓ એક જ ક્લાસમાં એક જ બેંચ પર બેસી અને જે રીતે રિવિઝન કર્યું હતું. એક જ સાથે એકબીજાના પ્રશ્નો સોલ્વ કરી અને પરિણામ લાવીને તમામ લોકોને ચોંકાવી દીધા હતા.  બાળકોના પરિણામને શાળામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે

    MORE
    GALLERIES