કિર્તેશ પટેલ, સુરત : આજથી ત્રણ વર્ષ પહેલા એટલે કે, 24 મે 2019ના રોજ સુરત (Surat) શહેરના સરથાણા વિસ્તારમાં બનેલી તક્ષશિલા અગ્નિકાંડ (Surat Takshashila fire) દુર્ઘટનાના કારણે આખા સુરત શહેર સહિત સમગ્ર દેશમાં આસુઓનું પુર આવી ગયુ હતું. આ ઘટના જોઇને દરેકની આંખોમાં આંસુ હતા. કારણે આ અગ્નિકાંડની ઘટના 22 માસુમ વિદ્યાર્થીઓ હોમાયા હતા.
જોકે કેટલાક લોકોએ પોતાનનો જીવ બચાવવા માટે ત્રીજા માટેથી કૂદકો માર્યો હતો પણ જે ઘટના બની તેના આજે ત્રણ વર્ષ ઓઉરણ થયા છે. પણ હજુ આ 22 માસુમાઓના પરિવારના આંખનાં આંસુ ભૂસાતા નથી. ત્રણ વર્ષ પૂર્ણ થતાં આજ રોજ વહેલી સવારે હોમાયેલ માસુમોના માતા પિતા દ્વારા ઘટના સ્થળ પર પહોંચીને દીવો પ્રગટાવીને ભાવભીની શ્રધાંજલિ આપવામાં આવી હતી.
લોકોએ વધુમાં જણાવ્યુ કે, જ્યારે પણ આ સ્થળની આજુબાજુમાંથી નિકળીએ તો પણ એ દ્રશ્યો આંખ સામે આવી જાય છે, તો વિચારો જે બાળકોના જીવ ગયા છે એમના પરિવાર પર શું વિતતી હશે? જીવ બચાવવા આમ તેમ દોડી ચિચિયારી પાડતા એ બાળકોને સુરત અને જ્યાં જ્યાં સુધી આ કાળજું ફાટી જાય તેવા અગ્નિકાંડના વિડીયો પોહચ્યા હશે એ વિડીયો જોનાર વ્યક્તિ ક્યારેય નહીં ભૂલે.