Home » photogallery » surat » સુરત: આ 42 ડિગ્રી ગરમીમાં પ્રાણીઓ ડીહાઇડ્રેશનનો શિકાર ન બને તે માટે ZOO સંચાલકોની ખાસ વ્યવસ્થા

સુરત: આ 42 ડિગ્રી ગરમીમાં પ્રાણીઓ ડીહાઇડ્રેશનનો શિકાર ન બને તે માટે ZOO સંચાલકોની ખાસ વ્યવસ્થા

Surat Municipal Corporation: હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે અને કાળઝાળ ગરમીનો સામનો લોકો કરી રહ્યા છે ધમધોખતા તાપમાં બહાર નીકળવું મુશ્કેલ છે  ત્યારે આવા સમયે અબોલ પશુ પક્ષીઓ કેવી રીતે સમય પસાર કરતા હશે એ તો વાત વિચારવા જેવી છે ત્યારે સુરત મહાનગર પાલિકા સંચાલિત સરથાણા ખાતે આવેલ પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓને ગરમીથી રાહત મળે તેમાટે વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે

विज्ञापन

  • 17

    સુરત: આ 42 ડિગ્રી ગરમીમાં પ્રાણીઓ ડીહાઇડ્રેશનનો શિકાર ન બને તે માટે ZOO સંચાલકોની ખાસ વ્યવસ્થા

    કિર્તેશ પટેલ, સુરત: અસહ્ય ગરમીથી લોકોની સાથે પ્રાણીઓ પણ ત્રાહિમામ પોકારી (Heat Wave) ઉઠ્યા છે. સુરતનાં પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓને ગરમી રાહત મળે તે માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં (Surat Weather) ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે ત્યારે સુરત શહેરમાં 42 ડિગ્રીથી વધુનું તાપમાન પોહચતા સુરત મહાનગર પાલિકા (Surat Municipal Corporation) સંચાલિત પ્રાણી સંગ્રહાલયમાં પશુ પક્ષીઓને ગરમીમાં રાહત મળી રહે તે માટે પાણીનાં ફુવારા મુકવામાં આવ્યા છે અને પાણીનાં કુંડ બનાવી પ્રાણીઓ ગરમીમાં રાહત આપવામાં આવી રહી છે.

    MORE
    GALLERIES

  • 27

    સુરત: આ 42 ડિગ્રી ગરમીમાં પ્રાણીઓ ડીહાઇડ્રેશનનો શિકાર ન બને તે માટે ZOO સંચાલકોની ખાસ વ્યવસ્થા

    હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે અને કાળઝાળ ગરમીનો સામનો લોકો કરી રહ્યા છે ધમધોખતા તાપમાં બહાર નીકળવું મુશ્કેલ છે  ત્યારે આવા સમયે અબોલ પશુ પક્ષીઓ કેવી રીતે સમય પસાર કરતા હશે એ તો વાત વિચારવા જેવી છે

    MORE
    GALLERIES

  • 37

    સુરત: આ 42 ડિગ્રી ગરમીમાં પ્રાણીઓ ડીહાઇડ્રેશનનો શિકાર ન બને તે માટે ZOO સંચાલકોની ખાસ વ્યવસ્થા

    સુરત મહાનગર પાલિકા સંચાલિત સરથાણા ખાતે આવેલ પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓને ગરમીથી રાહત મળે તેમાટે વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે

    MORE
    GALLERIES

  • 47

    સુરત: આ 42 ડિગ્રી ગરમીમાં પ્રાણીઓ ડીહાઇડ્રેશનનો શિકાર ન બને તે માટે ZOO સંચાલકોની ખાસ વ્યવસ્થા

    પ્રાણીઓ ડી હાઈડ્રેશન શિકાર ન બને તે માટે પ્રાણીઓ માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. ગરમીની ઋતુ માં પ્રાણીઓ પણ હેરાન પરેશાન થઈ જતા હોય છે જેને લઈને ડી હાઈડ્રેશનનો શિકાર બને છે ત્યારે ઝુ સંચાલક દ્વારા દર વર્ષે પ્રાણીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે

    MORE
    GALLERIES

  • 57

    સુરત: આ 42 ડિગ્રી ગરમીમાં પ્રાણીઓ ડીહાઇડ્રેશનનો શિકાર ન બને તે માટે ZOO સંચાલકોની ખાસ વ્યવસ્થા

    પ્રાણીઓ અને પક્ષીઓ માટે ખાસ ફુવારા મુકવામાં આવ્યા છે જેનાથી પ્રાણીઓ ઠંડક મેળવી શકે અને પક્ષીઓના પાંજરામાં પણ ફુવારા મુકવામાં આવ્યા છે સાથે વાઘ જેવા હિંસક પ્રાણીઓને રોજિંદા નવડાવવામાં આવે છે

    MORE
    GALLERIES

  • 67

    સુરત: આ 42 ડિગ્રી ગરમીમાં પ્રાણીઓ ડીહાઇડ્રેશનનો શિકાર ન બને તે માટે ZOO સંચાલકોની ખાસ વ્યવસ્થા

    જેથી કાળઝાળ ગરમીથી રાહત મેળવી શકે જોકે બહાર ન ભાગમાં એક કુંડ બનાવવામાં આવ્યો છે જેમાં પણ વાઘ, દીપડા, સિંહ સહિત અન્ય પ્રાણીઓ કુંડ પાસે બેસીને ઠંડક અનુભવે છે

    MORE
    GALLERIES

  • 77

    સુરત: આ 42 ડિગ્રી ગરમીમાં પ્રાણીઓ ડીહાઇડ્રેશનનો શિકાર ન બને તે માટે ZOO સંચાલકોની ખાસ વ્યવસ્થા

    આ સમયે પ્રાણીઓનાં ખોરાકમાં પણ યોગ્ય વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે પ્રાણીઓને ડી હાઈડ્રેશન ન થાય તે માટે ટેબ્લેટ અને અન્ય દવાઓ પણ આપવામાં આવે છે જેનાથ પ્રાણીઓને ગરમીમાં રક્ષણ મળી શકે જોકે દર વર્ષે આ વ્યસ્થાઓ ઉભી કરવામાં આવે છે.

    MORE
    GALLERIES