કિર્તેશ પટેલ, સુરત : સુરતના મગદલ્લા રોડમાં (Surat) રહેતી ભૈયા સ્ટ્રીમાં આજે એક મકાનમાંથી આગ (Fire) લાગવાની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં બળી ગયેલી રૂમમાંથી એક પર પ્રાંતીય અથવા તો વિદેશી માલુમ જણાતી (Girl Found Burnt) યુવતી ભડથું થયેલી હાલતમાં મળી આવી છે. યુવતીના રૂમનો દરવાજો બહારથી લોક હોવાની વાત સામે આવતા પોલીસને (Surat Police) આ મોત શંકાસ્પદ જણાઈ રહ્યું છે.