દેશભરના પ્રમુખ સ્ટેશનોને આધુનિક અને વિશ્વસ્તરીય સ્ટેશનોમાં બદલવાનું કામ ચાલી રહ્યું છે. ‘અમૃત ભારત સ્ટેશન યોજના’ હેઠળ અપગ્રેડેશન અને આધુનિકીકરણ માટે સમગ્ર દેશમાં 1275 રેલ્વે સ્ટેશનોની પસંદગી કરવામાં આવી છે. તેમાંથી 87 સ્ટેશન ગુજરાતમાં છે. દેશભરમાં 200થી વધુ રેલવે સ્ટેશનોને અપગ્રેડેશન અને આધુનિકીકરણ માટે ચિહ્નિત કરવામાં આવ્યાં છે. સુરત સ્ટેશન પણ તેમાંથી એક છે, જેને તૈયાર કરવામાં આવશે અને જે ‘નવા ભારતનું નવું રેલવે સ્ટેશન’ બનવા માટે તૈયાર છે.
સુરત સ્ટેશનનો પુનઃવિકાસ શરૂ થઈ ગયો છે. સુરત ઈન્ટિગ્રેટેડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન દ્વારા તેનું કામકાજ કરવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકારના 462 કરોડ રૂપિયાના હિસ્સા સહિત 1475 કરોડ રૂપિયાની અંદાજીત ખર્ચથી આ સ્ટેશનનો પુનઃવિકાસ કરવામાં આવી રહ્યો છે. પહેલા ચરણમાં 980 કરોડ રૂપિયાના કામ થશે. તેમાં રેલવેનો હિસ્સો 683 કરોડ રૂપિયા, જ્યારે ગુજરાત સરકારનો 297 કરોડ રૂપિયાનો ભાગ છે. 2027 સુધી કામ પૂર્ણ થવાનો લક્ષ્ય છે.
સુરત સ્ટેશનને એક મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબના રૂપે વિકસિત કરવામાં આવી રહ્યું છે. રેલવે, જીએસઆરટીસી સિટી બસ ટર્મિનલ સ્ટેશન, મેટ્રો વગેરેને એકિકૃત કરીને અવિરત કનેક્ટિવિટી મળી રહેશે. સુરત સ્ટેશનના વાસ્તુશિલ્પ પરિવેશને તે પ્રકારે ડિઝાઈન કરવામાં આવી રહ્યો છે. સમગ્ર સ્ટેશન સંકુલ આંતરરાષ્ટ્રીય સ્તરના વેપાર કેન્દ્રની જેમ દેખાય અને અનુભવાય છે.
સુરતના રેલવે સ્ટેશનની પૂર્વ બાજુ રેલવે સ્ટેશન બિલ્ડિંગમાં ઈલેક્ટ્રીક કેબલ અને પાઈપલાઈન જેવી ઉપયોગિતાઓનું સ્થળાંતર કરવાનું કામ ચાલી રહ્યું છે. આ સ્થળે 164 મીટર લાંબી અને 87 મીટર પ્હોળી બિલ્ડિંગ બનાવવામાં આવશે. આ કામગીરીને દોઢ વર્ષમાં પૂરી કરવાનું લક્ષ્ય છે. સ્ટેશન બિલ્ડિંગ પ્લેટિનમ રેટિંગનું ગ્રીન બિલ્ડિંગ હશે. સ્ટેશન અત્યાધુનિક સંરક્ષા અને સુરક્ષા ટેકનિકથી પણ સજ્જ હશે.