કિર્તેશ પટેલ, સુરત : શહેરના પાંડેસરા વિસ્તારમાં નવરાત્રીના પ્રથમ નોરતે જ બનેલી હત્યાની ઘટનામાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. 15 હજારની લેતીદેતીમાં પાંડેસરા વિસ્તારમાં માથા ભારે ઈસમની છાપ ધરાવતા પિન્ટુ નામના એક યુવાનની જાહેરમાં બે સગા ભાઈઓ દ્વારા રહેંસી નાખી કરપીણ હત્યા કરવામાં આવી હતી. જેમાં પોલીસે હત્યા કરનાર બે ભાઈઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.