કિર્તેશ પટેલ, સુરત : શહેરના પોર્શ વિસ્તાર ગણાતા (Vesu Surat) વેસુના વીઆઇપી રોડ પર સ્પાની (Spa) આડમાં ચાલતો દેહવેપારનો ધંધો ઉમરા પોલીસે પકડી (Police) પાડ્યો હતો. સ્પામાંથી થાઇલેન્ડની (Thailand) બે યુવતીઓ મળી હતી અને તે બન્ને યુવતીઓ ગત ફેબ્રુઆરી માસથી સુરતમાં જ રહેતી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યુ હતુ. શહેરમાં સ્પાની આડમાં ચાલતા દેહવેપારનો પર્દાફાશ થયો છે. પોલીસે દરોડા (Raid) પાડી એક ગ્રાહક અને મેનેજરને પકડી પાડ્યા છે. આ દેહ વ્યાપાર વેસુ એમ્બ્રોસિયા બિઝનેસ હબમાં મસાજની આડમાં દેહવેપાર ચાલી રહ્યો હતો. પ્રતિકાત્મક તસવીર
ક્રાઇમ બ્રાંચની ટીમને બાતમી મળી હતી કે, વેસુ વીઆઈપી રોડ પર સર્જન પેલેસ પાસે આવેલા એમ્બ્રોસિયા બિઝનેસ હબમાં આવેલા કિમ્સ સ્પામાં મસાજની આડમાં દેહવેપાર કરાવવામાં આવી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે ગ્રાહક બનાવીને એક શખ્સને સ્પામાં મોકલ્યો હતો. જ્યાં પહેલા તેની સાથે મસાજની વાત કરીને બાદમાં વિદેશી મહિલા બતાવી શરીર સુખ માટેની પણ ઓફર કરવામાં આવી હતી. પ્રતિકાત્મક તસવીર
દરમિયાન પોલીસે છાપો મારી મેનેજર દેવેન્દ્ર મુરલીધર દવે અને કર્મચારી કૈલાશ બદ્રી યાદવને પકડી પાડ્યા હતા. સ્પામાંથી વિદેશી બે મહિલા મળી આવતા પોલીસે તેની અટક કરી હતી. જ્યારે સ્પાના સંચાલક સુનિલ દિપક ખેર નાસી જતા તેને વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે પકડાયેલા મેનેજર અને કર્મચારી છેલ્લા બે માસથી જ નોકરી પર લાગ્યા હતા. (પ્રતિકાત્મક તસવીર)