Home » photogallery » surat » સુરત: દારૂ માટે નવો જુગાડ! 2 કપલ કારમાં કરતા દારૂની હેરાફેરી, કારમાં ચોર ખાના જોઈ પોલીસ પણ ચકરાવે ચઢી

સુરત: દારૂ માટે નવો જુગાડ! 2 કપલ કારમાં કરતા દારૂની હેરાફેરી, કારમાં ચોર ખાના જોઈ પોલીસ પણ ચકરાવે ચઢી

Surat Alcohol seized : દારૂની હેરાફેરી (Alcohol rigging) કરતા અનેક આરોપીઓ અત્યાર સુધી ઝડપાઈ ચુક્યા છે, પરંતુ સુરત પોલીસે (Surat Police) બે કપલ (Couple) દારૂ (Liquor) ની હેરાફેરી કરતા ઝડપી પાડતા આ ઘટના ચર્ચાનો મુદ્દો બની છે. જુઓ કેવી રીતે ઝડપાઈ ગયા?

  • 14

    સુરત: દારૂ માટે નવો જુગાડ! 2 કપલ કારમાં કરતા દારૂની હેરાફેરી, કારમાં ચોર ખાના જોઈ પોલીસ પણ ચકરાવે ચઢી

    કિર્તેશ પટેલ, સુરત : દારૂની હેરાફેરી (Alcohol rigging) કરવા માટે ખેપિયાઓ અવનવા કસબ અજમાવતા હોય છે ત્યારે સુરત (Surat) માં બે કપલો મળીને કારમાં દારૂની હેરાફેરી કરતા હતા. જોકે સુરત પોલીસે (Surat Police) બે કપલોની ધરપકડ કરી છે. સાથે પોલીસે ભારતીય બનાવટની વિદેશી દારૂની વ્હીસ્કીની બાટલીઓ કુલ્લે નંગ-280 (કુલ્લે લીટર ૯૮) જેની કુલ્લે કિ.રૂ. 62,800/- તથા અંગ ઝડતીમાંથી મળેલ રોકડા રૂપીયા 2250/- તથા કારમાંથી મળી આવેલ નંબર પ્લેટ તથા બ્રેઝા કાર કિ.રૂ.9,00,000/- ની મળી કુલ્લે કિ.રૂ.9,86,550/- ના મુદ્દામાલ સાથે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

    MORE
    GALLERIES

  • 24

    સુરત: દારૂ માટે નવો જુગાડ! 2 કપલ કારમાં કરતા દારૂની હેરાફેરી, કારમાં ચોર ખાના જોઈ પોલીસ પણ ચકરાવે ચઢી

    મળતી માહિતી મુજબ સુરતની અડાજણ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોલિસને બાતમી મળી હતી કે, “એક સિલ્વર કલરની બ્રેઝા ફોર વ્હીલકાર રજી નં. GJ-05-RN-6035માં જયેશ પટેલ તથા છગન પટેલ તથા બે મહીલાઓ મોટા પ્રમાણમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો લઇને આવે છે અને થૉડીવારમાં અડાજણ પાલ ઉમરા બ્રીજ પરથી પસાર થનાર છે”, જે બાતમીના આધારે પોલીસે વોચ રાખી હતી, અને ચેકીંગ કર્યું હતું.

    MORE
    GALLERIES

  • 34

    સુરત: દારૂ માટે નવો જુગાડ! 2 કપલ કારમાં કરતા દારૂની હેરાફેરી, કારમાં ચોર ખાના જોઈ પોલીસ પણ ચકરાવે ચઢી

    મહત્વની વાત એ છે કે, પહેલા તો પોલીસે ઘણી મહેનત કરવી પડી આખરે કારમાં દારૂની હેરાફેરી કરવા માટે ચોર ખાના શોધી કાઢવામાં આવ્યા, જેમાંથી મોટી માત્રામાં દારૂનો જથ્થો પકડાયો હતો .એટલું નહીં પોલીસને કોઈ શંકા ન જાય તે માટે કારમાં બે કપલ સાથે મળીને કારમાં દારૂની હેરાફેરી કરતા હતા. પોલીસે બે મહિલા સહિત ચારની ધરપકડ કરીને કુલ 9 લાખથી વધુનો મુદામાલ કબ્જે લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

    MORE
    GALLERIES

  • 44

    સુરત: દારૂ માટે નવો જુગાડ! 2 કપલ કારમાં કરતા દારૂની હેરાફેરી, કારમાં ચોર ખાના જોઈ પોલીસ પણ ચકરાવે ચઢી

    પોલીસના જણાવ્યા અનુસાર, દારૂની હેરાફેરી કરનાર પકડાયેલ કપલ આરોપી (૧) ડ્રાઇવર: છગનભાઇ મગનભાઇ પટેલ ઉ.વ.૪૧ ધંધો:-ખેતીકામ રહેઃ- ઘર નં.૫૦ ટેકરા ફળીયુ, રાજગરી ગામ સુવાલીની બાજુમાં તા:-ચોર્યાસી જી:-સુરત (૨) જયેશભાઇ કનુભાઇ પટેલ ઉ.વ.૨૫ ધંધો:- નોકરી રહે.:-ગામ:- ઘર નં.૮૫ ટેકરા ફળીયુ રાજગરી ગામ સુવાલીની બાજુમાં તા:-ચોર્યાસી જી:-સુરત (૩) ભાવનાબેન તે છગનભાઈ મગનભાઈ પટેલની પત્ની ઉ.વ.૩ર ધંધો- ઘરકામ/ખેતીકામ રહે-ઘર નં.૫૦ ટેકરા ફળીયુ, રાજગરી ગામ સુવાલીની બાજુમાં તા:-ચોર્યાસી જીઃ-સુરત (૪) હિમાનીબેન તે જયેશભાઈ કનુભાઈ પટેલની પત્ની ઉ.વ.૨૧ ધંધો-ઘરકામ રહે:-ઘર નં.૮૫ ટેકરા ફળીયુ રાજગરી ગામ સુવાલી.

    MORE
    GALLERIES