કિર્તેશ પટેલ, સુરત : કોરોનાના વધતા કહેરને લઇ કોરોનાની (surat corona cases) ગાઈડલાઈન મુજબ માસ્ક (Mask) પહેરવું ફરજીયાત થઇ ગયું છે. તેમ છતાં કેટલાક લોકો માસ્ક વાગત ફરતા સંક્રમણ (Coroan spike in surat) વધાવની સંભાવનાને જોતા માસ્ક નહી પહેરનારને દંડ ફટકારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પહેલા દંડ વસૂલવાની સત્તા માત્ર પાલિકાની હતી. પરંતુ હવે આ સત્તા પોલીસને (surat Police) પણ આપવામાં આવ્યા બાદ પોલીસ દોઢ મહિનામાં જ પાલિકા કરતા ચાર ગણી (Mask fine) વસૂલાત કરી છે. પાલિકાએ અત્યાર સુધીમાં 54.87 લાખો દંડ જેની સામે પોલીસે 2.19 કરોડની વસૂલાત કરી છે.
અનલોક-1ની શરૂઆતથી કોઈ પણ વ્યક્તિ ઘરની બહાર નીકળે તો ફરજીયાત માસ્ક પહેરવાનો અને સોશિયલ ડિસ્ટન્સનો અમલ કરવાનો નિયમ બનાવ્યો હતો. શરૂઆતમાં માસ્ક વિના ફરતા લોકો પાસેથી 100 રૂપિયાનો દંડ વસૂલ કરાતો હતો. જેમાં દંડની રકમ વધારાની 200 રૂપિયા કરી દેવામાં આવી છે. અને હવે આ રકમ વધારીને 500 રૂપિયા કરવામાં આવી છે જો કે તેનો અમલ 1લી ઓગષ્ટથી થશે.15 જૂનના રોજ પોલીસને પણ માસ્ક વિના ફરતા લોકો પાસેથી દંડ વસૂલ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. પ્રતિકાત્મક તસવીર
ત્યારબાદ માસ્ક વિના ફરતા લોકો પાસેથી પોલીસે દંડ વસૂલ કરવાની શરૂઆત કરી હતી. અને માત્ર દોઢ જ મહિનામાં પોલીસે 2.19 કરોડની વસૂલાત કરી છે.પોલીસે આજદિન સુધીમાં માસ્ક વિના ફરતા 1,09,626 લોકો પાસેથી 2,19,25,200 રૂપિયા દંડ પેટે વસૂલ કર્યા છે. જ્યારે પાલિકાએ અત્યાર સુધીમાં 15,111 લોકો પાસેથી 54,87,740 રૂપિયા દંડ પેટે વસૂલ કર્યા છે. ફાઈલ તસવીર
ઉલ્લેખની છે કે શહેરમાં દિવસે ને દિવસે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે પાલિકા દ્વારા પણ છેલ્લા 10 દિવસથી નિયમોનું પાલન નહીં કરવાનાઓ પાસેથી દંડ વસૂલાત કરવા તમામ ઝોન પ્રમાણે ટીમ બનાવવામાં આવી છે. કેમ કે માસ્ક વિના ફરતા અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહીં કરવાના કારણે કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાય શકે છે. સુરત પોલીસની ફાઇલ તસવીર