બદલો લેવાની કે બદનામ કરવાની ભાવનાથી સોશિયલ મીડિયા પર મહિલાઓના ખોટા આઈડી બનાવી તેના પર બીભત્સ ફોટોગ્રાફ્સ પોસ્ટ કરવાના અનેક કેસ પ્રકાશમાં આવતા રહે છે. સુરત શહેરમાં પણ આવો જ કેસ પ્રકાશમાં આવ્યો છે. જોકે, અહીં ગુનો આચરનાર કોઈ પુરુષ નહીં પરંતુ એક મહિલા છે! એક મહિલા જ બીજી મહિલાનું ફેક ફેસબુક આઈડી બનાવીને બદનામ કરી રહી હોવાનો કેસ શહેર પોલીસના ચોપડે નોંધાયો છે. (સ્ટોરીઃ કિર્તેશ પટેલ, સુરત)