સુરતમાં કર્ફ્યૂ દરમિયાન (Surat) લિંબાયત વિસ્તારમાં આવેલા જ્વેલરી શોપમાં ચોરી અને લૂંટના ઇરાદે નીકળેલા 5 રીઢા આરોપીને પોલીસે ઘટનાને અંજામ આપતાં પહેલાં જ ઝડપી પાડયા હતા પોલીસે તેઓની પાસેથી ઘાતક હથિયારો કબજે કર્યા હતા આરોપીઓએ અગાઉ રિક્ષામાં મુસાફરોની બેસાડી તને આગળ પાછળ કરી રોકડા રૂપિયા તેમજ મોબાઇલની ચોરી કરતા હતા જોકે આમાં વધુ રૂપિયા ન મળતાં તેઓએ મોટી ધાડ પાડવાની યોજના બનાવી હતી પરંતુ પોલીસે રંગમાં ભંગ પાડી ને તેઓની આ યોજના નિષ્ફળ બનાવી હતી અને તમામની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છ.
સુરતમાં દિવસેને દિવસે ચોરી લૂંટફાટ અને ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે સુરતમાં જ્વેલર્સની દુકાનમાં ચોરી લૂંટ માટે નીકળેલી ગેંગને પોલીસે લૂંટ કરે તે પહેલા જ ઝડપી પાડી હતી અને રંગમાં ભંગ પાડી દીધો હતો પરંતુ આરોપીઓએ પોલીસ સમક્ષ કરેલી કબૂલાતને લઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી.આ આરોપીઓ વધુ રૂપિયા કમાવાની લાલચમાં મોટી ધાડ પાડવાની યોજના તો બનાવી પરંતુ પોલીસને જાણ થઇ જતાં આ યોજનાને પોલીસે નિષ્ફળ બનાવી હતી.
પોલીસે તેઓની કડક પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે તેઓ પરીક્ષામાં પેસેન્જરને બેસાડી તેની આગળ પાછળ ખસવાનું કહી નજર ચૂકવી તો નો સામાન ચોરી કરી લેતા હતા પરંતુ તેમાં વધારે રૂપિયા ન મળતા હોવાથી તેઓએ જ્વેલર્સની દુકાનમાં લૂંટ કરવાનો પ્લાન બનાવ્યો હતો જે માટે આરીફ અને ઝાકીરે તમામને ભેસ્તાન આવાસ બોલાવ્યા હતા ત્યાંથી રિક્ષામાં તેઓ ડીંડોલી થઈ અંદરની સોસાયટીઓના રસ્તે આર ડી ફાટક થઈ લિંબાયત મદનપુરા વિસ્તારમાં આવેલી જ્વેલરીની દુકાન માં ચોરી અને લૂંટ માટે નીકળ્યા હતા.