સુરતના (Surat) હજીરા વિસ્તારમાં આવેલી ONGC કંપનીના ગેસ પ્લાન્ટમાં ગુરૂવારે સવારે 3 વાગે બ્લાસ્ટ (fire with blast) થયા બાદ ભીષણ આગ લાગી હતી. ઓએનજીસીના એક ગેસ પ્લાન્ટમાં આ આગ લાગી હતી. જોકે બ્લાસ્ટ થતાની સાથે સુરત લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. આ આગ ઘણી જ વિકરાળ હતી જેના ધૂમડાના ગોટેગોટા દૂરદૂરથી જોઇ શકાતા હતા. ફાયરની ટીમના પ્રયત્નો બાદ હાલ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. પણ ગેસ પ્લાન્ટમાં ભીષણ આગની આ ઘટના કંઇ પહેલી નથી. આ પહેલા પણ આવું અનેક વાર બની ચૂક્યું છે.
જો કે તે વાત પણ સાચી છે કે આવી ઘટનાઓ અવાર નવાર થતી રહે છે. ઇન્ડિયન ઓઇલ અને ગેસ સેક્ટરમાં આ પહેલા થયેલા આગ અકસ્માતોની વાત કરીએ તો HPCL માં આવી ઘટનાઓ સૌથી વધુ થાય છે. તે પછી ઓએનજીસીનો નંબર આવે છે. નાણાંકીય વર્ષ 2014-15 થી 2016-17માં જ ONGCમાં આગની આવી 85 ઘટનાઓ સામે આવી ચૂકી છે. જે ચિંતાજનક વાત છે.
સાથે જ આવી ભીષણ આગની દુર્ધટનામાં ધણીવાર મૃત્યુઆંક અને બળીને ઇજાગ્રસ્ત થનાર લોકોનો આંકડો પણ મોટો હોય છે. આવા કેસમાં ત્યાં કામ કરતા કર્મચારીઓ ખરાબ રીતે બળી જાય તેવું પણ અનેક વાર બનતું હોય છે. આ આંકડા મૃત્યુ અને ઇજાગ્રસ્તોના આજ આંકડાને દર્શાવે છે. આ આંકડા પેટ્રોલિયમ અને નેચરલ ગેસની સ્ટેન્ડિંગ કમિટીથી લેવામાં આવ્યા છે. સુરતની આ ઘટના પણ એકની મોતની વાત કરવામાં આવી છે. જો કે હાલમાં જ આગ પર કાબુ મેળવાયો હોવાથી હજી આ તમામ જાણકારી માટે તપાસ ચાલી રહી છે.