કિર્તેશ પટેલ, સુરત : ટ્રાફિક પોલીસે આજે એક સાઇકલ સવારને મેમો આપતા વિવાદ ઊંભો થયો છે. જોકે આ સાઇકલ સવાર યોગ સૈયદ હોવાને લઈને મેમો તો આપવામાં આવ્યો પણ આ મેમોમાં સાઇકલના નિયમોની જગ્યા પર મોટર વ્હીકલ એક્ટ મેમો આપતા વિવાદ સર્જાયો હતો. જોકે જે મેમો હતો તેના પ્રમાણે આ સાઇકલ સવારને રૂપિયા 3 હજારનો દંડ ભરવાનો આવતો હતો.
સુરતની પોલીસ સતત છેલ્લા કેટલાક દિવસથી વિવાદમાં આવી રહી છે. પહેલા પોલીસ સ્ટેશનમાં હાફ પેન્ટ પહેરીને જવાનો વિવાદ ઉભો થયો, ત્યારબાદ અધિકારીની બદલી થતા વિદાય સભારંભને લઈને વિવાદ થયો હતો. હવે સુરત ટ્રાફિક પોલીસે એક સાઇકલ સવારને રૂપિયા 3 હજારનો દંડ ફટકારતા વિવાદ ઉભો થયો છે. સુરતના સચિન વિસ્તારમાં રહેતા અને મિલમાં મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા રાજ બહાદુર સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ હાઉસિંગ બોર્ડ પાસે જૂની પોલીસ લાઈન પાસે રહે છે. આજે તેરેનામ ચોકડી થઈને સચીન જીઆઇડીસી તરફ જવા નીકળ્યો અને ત્યાંથી મેં રોગ સાઈડ ઉપર સાયકલ ચલાવી હતી, અને સચીન જીઆઇડીસી પાસે રોડ નંબર 2 પાસે બે પોલીસની ગાડીઓ ઊભી હતી. તેમાંથી એક પોલીસકર્મીએ આવીને રાજ બહાદુર તમે કેમ રોગ સાઈડ આવી રહ્યા છો, ત્યારે મેં સાહેબને જવાબ આપ્યો કે હું રોજ, આ જ રીતે આવું છું સાહેબ.
ભોગબનનારે કહ્યું કે, 'હું સચીન જીઆઈડીસીમાં આવેલ ખાતા નંબર 2 પાસે આવેલ બંગલામાં કામ કરું છું. સંચાના કારખાનામાં 11 વર્ષથી નોકરી કરું છું. આજ દિવસ સુધી આવું બન્યું નથી મારી જોડે. આ મેમોમાં મોટર વેહિકલ એક્ટની કલમો લગાવામાં આવી હતી, તેના મુતાબિક રૂપિયા 3 હજાર સુધીનો દંડ થાય પણ આ મામલે જયારે ઉચ્ચ અધિકારીનો સંપર્ક કરતા પોલીસ કર્મચારી આમાં સાઇકલનો એક્ટ આવે તેની જગ્યા પર ભૂલ કરી છે.
તેમણે કહ્યું કે, આ મેમો આપવા પાછળ સાઇકલ સવાર લોકો રોંગસાઇડ આવવાનું બંધ કરે અને તેના લીધે અકસ્માત ન થાય તે માટે આ નવતર પ્રયોગ શરૂ કરાયો છે. જોકે આ ગુનામાં માત્ર સાઇકલ સવારને સમાન્ય પહોંચ એટલે કે કાયદો તોડતા તેની જાણકારી સાથે, જો દંડ કરવામાં આવે તો માત્રને માત્ર 0 રૂપિયાથી લઇને 100 રૂપિયા સુધીનો થતો હોય છે, પણ લોકોને ખબર પડે કે, પોલીસ અહીંયા હાજર છે અને તે નિયમો તોડી રહ્યા છે. આ લોકો જાગૃત થાય તે માટે મેમો આપીને તેમને કાયદાનું પાલન કરે તે માટે આ પ્રયોગ સુરત ટ્રાફિક પોલીસે શરૂ કરાયો છે, તેવું ટ્રાફિક ડીસીપી પ્રશાંત સુબે દ્વારા જાણકારી આપવા આવી છે.