કિર્તેશ પટેલ, સુરતઃ સુરતના વરાછા વિસ્તારમાં એક વૃદ્ધા સાથે તેણી જ પુત્રવધુ દ્વારા (Monther in law beaten) અમાનવીય અત્યાચાર ગુજાર્યાની ઘટના સામે આવી હતી. ઘટનાનો વાયરલ વીડિયો (viral video) બાદ વરાછા પોલીસે (Varachh police) આ વૃદ્ધાને ઉગારી અંતે અમરોલી (Amaroli) વિસ્તારમાં આવેલ વૃદ્ધાશ્રમ (Old age home) ખાતે મૂકી ઉમદા કાર્ય કરી બતાવ્યૂ છે. આજના કલયુગમાં સંતાનોની અમાનવીયતાનો દુર્વ્યવહાર વૃદ્ધા સાથે કરવામાં આવેલ મારપીટના વાયરલ વીડિયો (viral video) પરથી છતી થઈ છે.જેને લઈ લોકો પણ ભારે ફિટકાર વર્ષાવી રહ્યા છે.
સુરતમાં એક વૃદ્ધા સાથે તેણીની જ પુત્રવધુ દ્વારા આમનવીય કૃત્ય ગુજારવામાં આવતું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.જે ઘટનાનો વીડિયો સુરતના સોસીયલ મીડિયા પર પણ વાયરલ થયો છે.વાયરલ વીડિયો સ્થાનિક જાગૃત નાગરિક દ્વારા મોબાઈલમાં ઉતારી લેવાયો હતો.જે બાદ ઘટનાની જાણ વરાછા પોલીસને કરવામાં આવી હતી.આ વાયરલ વીડિયોમાં એક વયોવૃદ્ધને નિર્દયતાપૂર્વક માર મારવામાં આવે છે.ત્યારબાદ માથું પકડી નીચે પટકી દેવામાં આવે છે.જે વાયરલ વીડિયો અંગેની જાણકારી મળતા વરાછા પોલીસ હરકતમાં આવી હતી.વરાછા ખાતે આવેલ કમલપાર્ક સોસાયટીના ગંગા એપાર્ટમેન્ટ ખાતે વરાછા પોલીસ જઈ પોહચી હતી.
જ્યાં વયોવૃદ્ધ વૃદ્ધાને પુત્રવધૂને ત્યાંથી ઉગારી પોલીસ મથકે લાવવામાં આવી હતી.જ્યાં વૃદ્ધાના પરિવારને પણ બાદમાં પોલીસ મથકે બોલાવવામાં આવ્યા હતા.વરાછા પોલીસના જણાવ્યાનુસાર વરાછાના કમલપાર્ક સોસાયટીના ગંગા એપાર્ટમેન્ટમાં રહેતા 85 વર્ષના વૃદ્ધાને તેમની 60 વર્ષની વહુ વારંવાર મારઝૂડ કરતી હતી. બાજુની બિલ્ડિંગમાંથી એક બાળકે આ ઘટનાનો વીડિયો ઉતારી લઈ એક મહિલાને આપ્યો હતો. આ મહિલાએ તુરંત જ પોલીસને જાણ કરતાં પોલીસે બધાને બચાવી હતી. કાંતાબેન ગિરધર સોલંકી નામની આ વૃદ્ધા મૂળ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના રાજપરા ગામના વતની છે.
કાંતાબેન છ માસ પહેલા વતનમાં પતિ સાથે રહેતા હતા. પતિનું અવસાન થતાં સુરત આવી ગયા હતા. સુરતમાં તેમના ત્રણ દીકરા છે. જો કે બે દીકરાઓએ રાખવાની ના પાડી દેતા દીકરા ભરત ત્યાં ત્રણ માસથી તેઓ રહેતા હતા. કાંતાબેન અને રોજિંદી ક્રિયા કરવામાં પણ તકલીફ પડી રહી હતી. જ્યાં ભરતની પત્ની તરૂણાને તે ગમતું ન હતું. તેથી તરૂણા સાસુ કાંતાની સાથે અવારનવાર ઝઘડો કરી અને મારઝૂડ પણ કરતી હતી.
જોકે આ વચ્ચે વરાછા પોલીસ મથકની પીસીઆર પર ફરજ બજાવતા ત્રણ પોલીસ કર્મચારીઓની કામગીરી પણ ઉમદા જોવા મળી હતી. પુત્રવધૂના ત્યાંથી પોલીસ મથક સુધી આ વૃદ્ધાને પૂરતી કાળજી સાથે પોલીસ જવાનો લઈ આવ્યા હતા. પોલીસ મથકના દાદર પણ ચઢવામાં અસક્ષમ વૃદ્ધાને જાતે પોલીસ જવાને એક પુત્રની જેમ વૃદ્ધાને ઉઠાવી ઉપર સુધી લઈ ગયા હતા.
કાંતાબેન જોડે આટલું આમનવીય કૃત્ય થયું હોવા છતાં તેણીનો પરિવાર પ્રત્યેનો પ્રેમ અને લાગણી પોલીસ મથકમાં.જોવા મળી હતી.જે જોઈ પોલીસ અધિકારીઓ અને જવાનો સહિત વૃદ્ધાશ્રમના સંચાલક પણ વિચારમાં પડી ગયા હતા.આજના ઘોર કલયુગ માં જે માતાએ પેટે પાટા બાંધી સંતાનોનો ઉછેર કર્યો હતો,તે સંતાનોએ પણ કાંતાબેનનો સાથ જીવનની અંતિમ ઘડીએ છોડી દીધો.