ક્રિતેશ પટેલ, સુરતઃ સુરતના અમરોલી-છાપરાભાઠા રોડ પર વધુ એક હત્યાની ઘટના બની છે. લગ્નેત્તર સંબંધોની શંકામાં પતિએ તેની પત્ની સાથે તકરાર થઈ હતી. બુધવારે રાત્રે બનેલી ઘટનામાં ઝઘડા બાદ આવેશમાં આવેલા પતિએ તેની પત્નીને ગળે ટૂંપો આપીને મોતને ઘાટ ઉતારી દીધી છે. સુરત પોલીસે આ કેસમાં હત્યારા પતિની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવમાં હકીકત શું છે તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
શહેરના અમરોલી-છાપરાભાઠા રોડ પર આવેલા ક્રિષ્ણા કોમ્પ્લેક્ષમાં રહેતા પરપ્રાંતિયએ ત્રણ સંતાનની માતાને ચારિત્ર્ય અંગે શંકા રાખીને હત્યા કરી છે. રત્નકલાકાર પતિએ સાડી વડે ગળે ટૂંપો આપી પત્નીને મોતને ઘાત ઉતાર્યાની ખેલ ખેલ્યો હતો. ઘટના અમરોલી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. મધરાતે પતિ-પત્રી વચ્ચે ઝઘડો થતા નિદ્રાધીન ત્રણ પુત્રની હાજરીમાં પતિએ ખૂની ખેલ ખેલ્યો હતો, હાલ પોલીસે હત્યારા પતિની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
સુરતના અમરોલી વિસ્તારમાં આવેલ દેવદીપ સોસાયટી-૨ ના ક્રિષ્ણા કોમ્પ્લેક્ષમાં રહેતા રત્નકલાકાર કુલદીપપ્રસાદ બોધી શાકુ તથા અને તેની પત્ની રીનાદેવી ત્રણ પુત્ર જમ્યા બાદ રાતે સૂઈ ગયા હતા. મધરાતે રીનાદેવી મોબાઇલ પર અજાણ્યા પુરૂષ જોડે વાત કરી રહી હતી ત્યારે કુલદીપ જાગી ગયો હતો. અગાઉ પણ બેથી ત્રણ વખત અજાણ્યા પુરૂષ સાથે રીનાદેવી વાત કરી રહી હતી ત્યારે કુલદીપે ઠપકો આપ્યો હતો.
જોકે, બુધવારે રાત્રે ફરી રીનાદેવીને મોબાઇલ વાત કરતા રંગેહાથ જોઇ જતા ઠપકો આપી રીનાદેવીને માર માયી હતો, જેથી સ્વબચાવ માટે રીનાદેવી ઘરનો દરવાજો ખોલી ભાગી રહી હતી તે દરમિયાન કુલદીપે તેને પકડી લઇ પહેરેલી સાડી વડે ગળે ટુંપો આપી મોતને ઘાત ઉતારી હતી. અજાણ્યા પુરૂષ સાથે વાત કરી રહેલી રીનાદેવીને કુલદીપે મોતને ઘાત ઉતારી ત્યારે તેમના ત્રણેય પુત્ર ઊંઘી રહ્યા હતા.
ઘટના પગલે અમરોલી પોલીસને જાણ થતાં પોલીસે હત્યાનો ગુનો નોંધીને હત્યારા પતિની ધરપકડ કરી છે. આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ શરુ કરી છે. ચારિત્રની શંકા રાખી પતિ દ્વારા પત્નીની હત્યા કર્યા હોવાની વિગતો સામે આવતા પોલીસે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે ત્યારે પોલીસ તપાસમાં સામે શું આવે છે તે જોવાનું રહ્યું.