Home » photogallery » surat » સુરત લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલ સહિત 17 લોકો સામે ભ્રષ્ટાચારનો આરોપ, જાણો કેસ

સુરત લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલ સહિત 17 લોકો સામે ભ્રષ્ટાચારનો આરોપ, જાણો કેસ

૪.૪ કરોડ મુક્તિધામ હિન્દુ સ્મશાન ભુમિ ટ્રસ્ટને ચૂકવી દેવામાં આવ્યા હતા.

विज्ञापन

  • 14

    સુરત લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલ સહિત 17 લોકો સામે ભ્રષ્ટાચારનો આરોપ, જાણો કેસ

    પ્રજ્ઞેશ વ્યાસ, સુરત : સુરત લિંબાયત વિસ્તારમાં વર્ષ ૨૦૧૫માં તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે ભૂમિપુજન થયેલ મુક્તિધામ હિન્દુ સ્મશાન ભૂમિને લઈને એક નવો વિવાદ સામે આવ્યો છે. સ્મશાન ભૂમિ ટ્રસ્ટને મનપા દ્વારા ફાળવવામાં આવેલ નાણાની ગેરરીતિ થયાનો આક્ષેપ કરતી પોલીસ અરજી કોîગ્રેસ પક્ષ સાથે સંકળાયેલા નીતિન ભરૂચા દ્વારા કરવામાં આવી છે. આ અરજીમાં સ્મશાન ભૂમિ ટ્રસ્ટના ટ્રસ્ટી લીંબાયતïના ધારાસભ્ય સંગીતા પાટીલïï, ભાજપના અગ્રણી, મનપાના અધિકારી સહિત ૧૭ લોકો સામે ગુનો નોîધવા માગ કરી છે.

    MORE
    GALLERIES

  • 24

    સુરત લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલ સહિત 17 લોકો સામે ભ્રષ્ટાચારનો આરોપ, જાણો કેસ

    લિંબાયત વિસ્તારમાં આવેલી મુક્તિધામ સ્મશાન ભુમિના બાંધકામ માટે રૂ.૬.૪૦ કરોડનું અનુદાન સુરત મહાનગર પાલિકોએ આપવાનો ઠરાવ કર્યો હતો. જેમાંથી ૪.૪ કરોડ મુક્તિધામ હિન્દુ સ્મશાન ભુમિ ટ્રસ્ટને ચૂકવી દેવામાં આવ્યા હતા. અરજદાર નિતીન ભરૂચાએ એડવોકેટ ઝમીર ઝેડ.શેખ મારફતે આ અંગે પોલીસ કમિશનરને અરજી કરી જણાવ્યું છે કે, ચેરીટી કમિશનરમાં જે ઓડીટ રિપોર્ટ ફાઇલ થયા છે. તેમાં ચાર્ટડ એકાઉન્ટન્ટની સહિ નથી. ઉપરાંત કોર્પોરેશનનાં લિંબાયત ઝોનનાં એક્ઝીક્યુટીવ એન્જીનિયરે સમયાંતરે સ્મશાન ભૂમિના સ્થળનું નિરીક્ષણ કરીને તેનો રિપોર્ટ પાલિકાના એકાઉન્ટ વિભાગને મોકલવાનો હતો તેના રિપોર્ટના આધારે જ એકાઉન્ટ વિભાગે અનુદાન આપવાનું હતું. આ રિપોર્ટ વગર કેવી રીતે રૂપિયા ચુકવાઇ ગયા.

    MORE
    GALLERIES

  • 34

    સુરત લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલ સહિત 17 લોકો સામે ભ્રષ્ટાચારનો આરોપ, જાણો કેસ

    એડવોકેટ ઝમીર શેખે વધુમાં જણાવ્યું હતું કે, પાલિકાએ ટ્રસ્ટને અગાઉ પત્ર લખ્યો હતો કે એસ ઓઆર (શિડ્યુઅલ ઓફ રેટ) કરતા ટ્રસ્ટ જે સામગ્રી વપરાઇ તેનો ભાવ વધારે દર્શાવી રહ્નાં છે. એક તરફ ટ્રસ્ટને પાલિકાએ અનુદાન પણ આપ્યું અને ઠપકો પણ આપ્યો. ટ્રસ્ટ દ્વારા વધુ ૧૨ કરોડનું અનુદાન માંગવામાં આવ્યું છે. ત્યારે અગાઉના ૪.૪ કરોડ ક્યાં ગયા તે અંગે અરજી કરવામાં આવી છે. આ મામલે આસિસ્ટન્ટ પો.કમિશનરે અરજદાર નિતીન ભરૂચાને નિવેદન નોંધવા બોલાવી આ બાબતની તપાસ શરૂ કરી છે.

    MORE
    GALLERIES

  • 44

    સુરત લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલ સહિત 17 લોકો સામે ભ્રષ્ટાચારનો આરોપ, જાણો કેસ

    અરજીમાં કોના કોના નામ - (૧) ધારાસભ્ય સંગીતા પાટીલ (૨) સુરેશ રમણભાઈ વરોડિયા (૩) જગન્નાથ દગડુભાઈ સોની (૪) જશવંતભાઈ વસંતભાઈ જાષી (૫) છોટુભાઈ પરાગભાઈ પટેલ (૬) સંજય કેશવભાઈ પાટીલ (૭) રતુભાઈ નામદેવ પાટીલ (૮) શાંતિલાલ મોતીલાલભાઈ જૈન (૯) જાગીન્દર બુદ્ધારામ સહાની (૧૦) હીરાલાલ સદાશિવભાઈ પાટીલ (૧૧) છોટુભાઈ એકનાથભાઈ પાટીલ (૧૨) પ્રકાશ ગજાનંદ વોડિકર (૧૩) ચીફ એકાઉન્ટ ઓફિસર મનપા (૧૪) શૈલેષ આઈ. પટેલ  જે.એ.પી.એસ. કંપની સીએ (૧૫) કાર્યપાલક ઈજનેર લીંબાયત ઝોન મનપા, ઉપરાંત બદલી થયેલા કાર્યપાલક ઈજનેરો સહિત ૧૭ લોકો.

    MORE
    GALLERIES