સુરત: શહેરના (Surat news) નાનપુરાના ટપોરી અને માથાભારે છાપ ધરાવનાર સજ્જુ કોઠારીએ (Sajju Kothari) સરકારી જમીન પર ગેરકાયદે દબાણ કરી આરસીસીનું બાંધકામ કરી લોખંડનો ગેટ બનાવી દીધો હતો. ટપોરી સજ્જુ કોઠારીએ સરકારી જમીન પર દબાણ કર્યુ હતું. રસ્તાઓ પર દબાણ કરવાને કારણે બારા હજારી મહોલ્લા તરફનો ગેટ કાયમ માટે બંધ રાખે છે અને જમરૂખગલીના ગેટ તરફ સિક્યુરિટી ગાર્ડ બેસાડી દીધો છે. માથાભારે સજ્જુ કોઠારીની પરમિશન વગર મહોલ્લામાં કોઈપણ અવર જવર કરી શકતા નથી. આ બાબતે કલેકટરમાં ફરિયાદ કરવામાં આવી હતી. આથી કલેકટરે તપાસનો આદેશ આપ્યો હતો.
કલેકટરે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરાવવા હુકમ તપાસમાં સરકારી જમીન પર દબાણ કર્યુ હોવાનું બહાર આવતા કલેકટરે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરાવવા હુકમ કર્યો હતો. આ બાબતે સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ ઉમેશ હરખાણીએ ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે માથાભારે મોહંમદ સાજીદ ઉર્ફે સજ્જુ ગુલામ મોહંમદ કોઠારીની સામે લેન્ડગ્રેબીંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ સજજુ કોઠારી સુરત મૂકીને ભાગ્યોહાલમાં માથાભારે મુંબઈમાં ભાગી ગયો હોવાની આશંકા છે. અગાઉ પણ તેની સામે ઢગલાબંધ ગુનાઓ નોંધાયેલા છે તે પૈકી બે ગુનાઓમાં હજુ તે વોન્ટેડ છે. આ કેસની તપાસ ક્રાઇમબ્રાંચના નાયબ પોલીસ કમિશનર રાહુલ પટેલને તપાસ સોંપવામાં આવી છે.સુરતના પોલીસ માટે માથાનો દુખાવો સાબિત થઇ રહ્યો હતો અને ભૂતકાળમાં પણ પોલીસ પર હુમલા કરવા સહિત તેની દાદાગીરી હતી. સુરત પોલીસ લાઈનમાં પોકારી ઉઠી હતી જોકે આ આરોપીને પણ ધરપકડ કરવામાં આવી હતી.