Home » photogallery » surat » સુરતના જ્વેલર્સે ચાંદીથી રામ મંદિરની પ્રતિકૃતિ બનાવી, એક મહિના સુધી પ્રદર્શનમાં મૂકાશે; જુઓ તસવીરો

સુરતના જ્વેલર્સે ચાંદીથી રામ મંદિરની પ્રતિકૃતિ બનાવી, એક મહિના સુધી પ્રદર્શનમાં મૂકાશે; જુઓ તસવીરો

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિર બનાવવાનું કામ ચાલી રહ્યું છે. ત્યારે દેશના કરોડો લોકોની આસ્થા આ મંદિર સાથે જોડાયેલી છે. ત્યારે રામ મંદિરના નિર્માણની જાહેરાત વખતે હજારો લોકોએ સોના-ચાંદીનું દાન આપ્યું હતું અને તેના પરથી સુરતના જ્વેલર્સને ચાંદીના રામ મંદિર બનાવવાનો વિચાર આવ્યો હતો. આવો જોઈએ તસવીરો સાથે સમગ્ર માહિતી...

  • 16

    સુરતના જ્વેલર્સે ચાંદીથી રામ મંદિરની પ્રતિકૃતિ બનાવી, એક મહિના સુધી પ્રદર્શનમાં મૂકાશે; જુઓ તસવીરો

    કિર્તેશ પટેલ, સુરતઃ શહેરના એક જ્વેલર્સે ચાંદીથી ચાર રામ મંદિરની પ્રતિકૃતિ બનાવી છે. આ ચારેય પ્રતિકૃતિ 600 ગ્રામથી લઈને 5 કિલો સુધીનું વજન ધરાવતી અલગ અલગ પ્રતિકૃતિઓ સામેલ છે. આગામી દિવસમાં એક મહિના સુધી આ મંદિરનું પ્રદર્શન ગોઠવવામાં આવશે અને જાહેર જનતા તેને જોઈ શકશે.

    MORE
    GALLERIES

  • 26

    સુરતના જ્વેલર્સે ચાંદીથી રામ મંદિરની પ્રતિકૃતિ બનાવી, એક મહિના સુધી પ્રદર્શનમાં મૂકાશે; જુઓ તસવીરો

    રામ મંદિર સાથે દેશના કરોડો લોકોની આસ્થા જોડાયેલી છે. ત્યારે રામ મંદિરના નિર્માણમાં દેશના લોકોએ દિલ ખોલીને દાન કર્યું છે. ત્યારે લોકોની આસ્થાને ધ્યાનમાં લઈને સુરતના એક જ્વેલર્સે ચાંદીથી રામ મંદિરની 4 પ્રતિકૃતિ બનાવી છે. 600 ગ્રામથી લઈને 5 કિલો સુધીની ચાર રામ મંદિરની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે.

    MORE
    GALLERIES

  • 36

    સુરતના જ્વેલર્સે ચાંદીથી રામ મંદિરની પ્રતિકૃતિ બનાવી, એક મહિના સુધી પ્રદર્શનમાં મૂકાશે; જુઓ તસવીરો

    મહત્વની વાત છે કે, રામ મંદિર બનાવવાની જાહેરાત થયા પછી લોકોએ સોના-ચાંદીનું અઢળક દાન કર્યુ હતું. ત્યારે આ જ્વેલર્સને રામ મંદિરની ચાંદીની પ્રતિકૃતિ બનાવવાનો વિચાર આવ્યો હતો. ત્યારબાદ લોકોની આસ્થાને ધ્યાનમાં રાખી ચાંદીનું રામ મંદિર બનાવવાનો નિર્ણય લીધો હતો. જો કે, ચાંદીનું રામ મંદિર બનાવવા માટે જ્વેલર્સ દ્વારા પહેલાં એક વુડન રામ મંદિર તૈયાર કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આ વુડન રામ મંદિરના આધારે ચાંદીથી ચાર રામ મંદિરની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી.

    MORE
    GALLERIES

  • 46

    સુરતના જ્વેલર્સે ચાંદીથી રામ મંદિરની પ્રતિકૃતિ બનાવી, એક મહિના સુધી પ્રદર્શનમાં મૂકાશે; જુઓ તસવીરો

    આગામી દિવસોમાં રામ મંદિરની આ ચાર પ્રતિકૃતિઓને લોકો જોઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. લોકો રામ મંદિરના દર્શન કરી શકે તેથી જ્વેલર્સમાં તેનું પ્રદર્શન યોજવામાં આવશે. એક મહિના સુધી લોકો આ મંદિરના દર્શન કરી શકશે.

    MORE
    GALLERIES

  • 56

    સુરતના જ્વેલર્સે ચાંદીથી રામ મંદિરની પ્રતિકૃતિ બનાવી, એક મહિના સુધી પ્રદર્શનમાં મૂકાશે; જુઓ તસવીરો

    જ્વેલર્સ દ્વારા બનાવવામાં આવેલી રામ મંદિરની પ્રતિકૃતિમાં સૌથી નાની પ્રતિકૃતિ 600 ગ્રામની છે અને તેની કિંમત અંદાજે 80 હજાર રૂપિયા છે. જ્યારે સૌથી મોટી પ્રતિકૃતિની કિંમત પાંચ લાખ રૂપિયા છે. લાકડાનું રામ મંદિર બનાવ્યા બાદ તેને ચાંદીમાં બનાવવામાં આવ્યું હતું. ચારેય રામ મંદિરની પ્રતિકૃતિ હાલ સુરતના જ્વેલર્સે તૈયાર કરી નાંખી છે. સૌથી નાની પ્રતિકૃતિ 600 ગ્રામની, ત્યારબાદ બીજી પ્રતિકૃતિ સવા કિલોની છે. ત્રીજી પ્રતિકૃતિ સાડા ત્રણ કિલોની અને ચોથી પ્રતિકૃતિ પાંચ કિલોની છે.

    MORE
    GALLERIES

  • 66

    સુરતના જ્વેલર્સે ચાંદીથી રામ મંદિરની પ્રતિકૃતિ બનાવી, એક મહિના સુધી પ્રદર્શનમાં મૂકાશે; જુઓ તસવીરો

    રામ મંદિરની પ્રતિકૃતિ તૈયાર કરવા માટે ચાર કારીગરની ટીમ સતત બે મહિના સુધી કામ કરતી હતી. અયોધ્યાના રામ મંદિરનો બારીકાઈથી અભ્યાસ કરવામાં આવ્યો હતો. તેમાં કેટલા પિલ્લર છે, કેટલા ઘુમ્મટ છે અને તેનું સ્ટ્રક્ચર કેવું છે. તે તમામ બાબતોનું ઝીણવટતાથી અવલોકન કર્યું હતું અને ત્યારબાદ તમામ બાબતોને ધ્યાને લઈ એક લાકડાનું રામ મંદિર તૈયાર કરવામાં આવ્યું હતું. જે અયોધ્યામાં બની રહેલા રામ મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ સમાન હતું.

    MORE
    GALLERIES