ગુજરાતીઓ માટે આ સારા સમાચાર છે. સુરતનાં હજીરા પોર્ટ (Hazira port) (એસ્સાર પોર્ટ)થી દીવ (Diu) વચ્ચે ‘ક્રુઝ’ (Cruise) સેવાની શરૂઆત આજે 31 માર્ચના રોજ થવા જઇ રહી છે. કેન્દ્રીય પોર્ટસ, શીપીંગ અને વોટરવેઝ મંત્રી મનસુખ માંડવિયાના (Mansukh Mandaviya) હસ્તે આજે સાંજે 4.30 કલાકે હજીરા ખાતેથી વર્ચ્યુઅલી (virtual) કરવામાં આવશે.
ચાર માસ પૂર્વે જ માન. પ્રધાનમંત્રીશ્રીનાં હસ્તે ‘હજીરા-ધોધા’ રો-પેક્સ સેવાની શરૂઆત ભારત સરકાર દ્વારા કરવામાં આવેલી છે. માત્ર 4 માસમાં 1 લાખથી વધુ પેસેન્જર્સ તથા હજારો વાહનો દ્વારા આ સેવાનો લાભ લીધો છે. આ સેવાની ભવ્ય સફળતા બાદ હજીરાથી દીવ માટેનાં ક્રુઝ સેવાની શરૂઆત કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાનાં હસ્તે તા. 31-03-21ના રોજ વર્ચ્યુઅલી કરવામાં આવશે. (હજીરા બંદરની તસવીર)