Home » photogallery » surat » મોટી આફત ટળી! સુરતમાં કોવિડ હૉસ્પિટલના ICUમાં આગ લાગતા 10 દર્દીઓનું રેસ્ક્યૂ કરીને અન્ય હૉસ્પિટલમાં ખસેડાયા

મોટી આફત ટળી! સુરતમાં કોવિડ હૉસ્પિટલના ICUમાં આગ લાગતા 10 દર્દીઓનું રેસ્ક્યૂ કરીને અન્ય હૉસ્પિટલમાં ખસેડાયા

અચાનક લાગેલી આગમાંથી ફાયર વિભાગે 10 દર્દીઓનું રેસ્ક્યૂ (rescue) કરીને સ્મીમેર અને  સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા.

  • 15

    મોટી આફત ટળી! સુરતમાં કોવિડ હૉસ્પિટલના ICUમાં આગ લાગતા 10 દર્દીઓનું રેસ્ક્યૂ કરીને અન્ય હૉસ્પિટલમાં ખસેડાયા

    કિર્તેશ પટેલ,સુરત: સુરતમાં મોટી આફત ટળી છે. શહેરમાં (Surat) એકબાજુ કોરોનાનો (Corona) કહેર વ્યાપી રહ્યો છે ત્યારે  રવિવારે રાતે 11.40 કલાકની આસપાસઆયુષ ડૉક્ટર હાઉસ કોવિડ હૉસ્પિટલમાં (fire in covid Hospital)  આગ ભભૂકી ઉઠી હતી.  હૉસ્પિટલનાં પાંચમાં માળે અચાનક લાગેલી આગમાંથી ફાયર વિભાગે 10 દર્દીઓનું રેસ્ક્યૂ (rescue) કરીને સ્મીમેર અને  સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. ભીષણ આગ લાગતા હૉસ્પટિલમાં દોડધામ મચી ગઇ હતી. હૉસ્પિટલમાં આગ લાગ્યાની ખબર મળતા જ દર્દીઓના સંબંધીઓ પણ હાંફળાફાફળા થઇને હૉસ્પિટલ બહાર આવી ગયા હતા. સદનસીબે આ આગમાં કોઇ જાનહાનીના સમાચાર આવ્યાં નથી.

    MORE
    GALLERIES

  • 25

    મોટી આફત ટળી! સુરતમાં કોવિડ હૉસ્પિટલના ICUમાં આગ લાગતા 10 દર્દીઓનું રેસ્ક્યૂ કરીને અન્ય હૉસ્પિટલમાં ખસેડાયા

    સુરતમાં કોરોનાને કારણે હાહાકાર મચ્યો છે ત્યારે સતત તંત્રની નજર હૉસ્પિટલમાં દાખલ દર્દીને સારવાર મળે તેના પાર ખાસ ધ્યાન રાખવામાં આવ્યુ છે. ત્યારે સુરત રેલવે સ્ટૅશન ખાતે આવેલી સાંકડી જગ્યામાં આવેલી આયુષ હૉસ્પિટલના પાંચમા માળે આવેલ આઈસીયુમાં કોરોના 10 જેટલા દર્દી સારવાર લઇ રહ્યા હતા. ત્યાં અચાનક રાત્રે એસીમાં શોટ સર્કિટ થતાની સાથે આગ ભભૂકી ઉઠી હતી.

    MORE
    GALLERIES

  • 35

    મોટી આફત ટળી! સુરતમાં કોવિડ હૉસ્પિટલના ICUમાં આગ લાગતા 10 દર્દીઓનું રેસ્ક્યૂ કરીને અન્ય હૉસ્પિટલમાં ખસેડાયા

    પહેલા આઈસીયુમાં આગને લઈને ધુમાડા બાદ આગ ફેલાતા આઈસીયુમાં કોરોના દર્દી સારવાર લઇ રહ્યાં હતા તેમાં દોડધામ મચી જવા પામી હતી. આગની જાણકારી ત્યાં હાજર લોકોએ ફાયર વિભગાને આપતા ફાયરનો મોટો કાફલો બનાવવાળી જગ્યા પર બેથી ચાર મિનિટમાં પહોંચી જતા હાશકારો અનુભવાયો હતો. ધુમાડા વચ્ચે લાગેલી આગને લઈને આઈસીયુમાં ફસાયેલા 10 જેટલા દર્દીનું ફાયર વિભાગે રેસક્યુ કરી આ તમામ દર્દીને સારવાર માટે સિવિલ અને સ્મીમેર હોસ્પિટલ ખાતે મોકલી આપ્યા હતા.

    MORE
    GALLERIES

  • 45

    મોટી આફત ટળી! સુરતમાં કોવિડ હૉસ્પિટલના ICUમાં આગ લાગતા 10 દર્દીઓનું રેસ્ક્યૂ કરીને અન્ય હૉસ્પિટલમાં ખસેડાયા

    હૉસ્પિટલમાં અચાનક આગને કારણે સમગ્ર વિસ્તારમાં ફાયરના સાઇરન અને એમ્યુલન્સ સાઇરનથી લોકોમાં ડરનો માહોલ ઉભો થયો હતો. આગ હૉસ્પિરલ અને તેમાં પણ કોરોનાની સારવાર માટે દાખલ એવા આઈસીયુમાં લાગી હોવાના મેસેજને કારણે પોલીસ સાથે મનપા કમિશનર સાથે રાજકીય આગેવાન પર તાત્કાલિક બનાવવાળી જગ્યા પર દોડી આવ્યા હતા.

    MORE
    GALLERIES

  • 55

    મોટી આફત ટળી! સુરતમાં કોવિડ હૉસ્પિટલના ICUમાં આગ લાગતા 10 દર્દીઓનું રેસ્ક્યૂ કરીને અન્ય હૉસ્પિટલમાં ખસેડાયા

    આગમાં કોઈ જાનહાની નથી થઇ પણ થોડા સમય માટે સમગ્ર વિસ્તરમાં હાહાકાર મચી જવા પામ્યો હતો. આ હૉસ્પિટલ સાંકડી જગિયામાં અને પાંચ માળની હોવાને લઈને ફાયર વિભાગને મુશ્કેલીનો સમનો કરવો પડ્યો હતો. આ હૉસ્પિટલમાં ફાયર સેફટી છે કે નહિ અને છે તો ચાલુ હાલતમાં છે કે નહીં તે પણ ફાયર વિભાગે તપાસ શરૂ કરી છે.

    MORE
    GALLERIES