કિર્તેશ પટેલ, સુરત: આજે નેશનલ ડોક્ટર દિવસ છે ત્યારે અમે સુરતના બે એવા ડોક્ટરોની મુલાકાત કરાવવા જઈ રહ્યા છે કે, જેવો કોરોના કાળમાં છેલ્લા ૧૮ મહિનાથી દર્દીઓની સેવા કરી રહ્યા છે. જોકે કોરોના સંક્રમણ સંક્રમિત થયા હતા પણ સંક્રમણમાંથી બહાર આવતાની સાથે ફરી દર્દીઓની સેવામાં જોતરાઈ ગયા હતા. તેઓ કોરોના વધવાની આશંકાને પગલે સ્ટાફને ટ્રેનિંગ આપવાની કામગીરી પણ હાલ કરી રહ્યા છે.
આજે ડોક્ટર દિવસ છે, ત્યારે ડોક્ટરોને કેમ ભુલાય, છેલ્લા ૧૮ મહિનાથી કોરોના કાળમાં કેટલાક તબીબો પોતાનો જીવ ગુમાવ્યો છે. આવા તબીબોને શ્રદ્ધાંજલિ આપવા સાથે યાદ કરવા જરૂરી બન્યા છે. કારણ કે, પોતાના પરિવાર અને બાળકોને મૂકીને આ તબીબો સતત કોરોનાના દર્દીઓને સારા કરવા માટે સતત મહેનત કરી રહ્યા છે. ત્યારે સુરતના બે તબીબો સાથે અમે તમને આજે મુલાકાત કરાવવા જઈ રહ્યા છે. અશ્વિન વસાવા કે જે નોડલ ઓફિસર તરીકે તહેનાત કરવામાં આવ્યા હતા. અશ્વિન વસાવા છેલ્લા ચાર મહિનાથી કોરોનાની પહેલી લહેર હોય બીજી લહેર હોય કે મુસલમાનના દર્દીઓને સતત પોતાની સેવા આપી રહ્યા છે. પોતાના જીવનને જાનના જોખમે હોસ્પિટલમાં તમામ દર્દીઓને રૂબરૂ મળી અને તેમની સારવાર કરતાં જોવા મળ્યા હતા. જોકે, અશ્વિન વસાવા કોરોનાની પહેલી લહેર વખતે કોરોના સંક્રમિત થયા હતા પણ સંક્રમણ દૂર થતાંની સાથે જ ફરી પોતાની ફરજ પર આવી અને દર્દીઓની સતત સેવા કરતા જોવા મળ્યા હતા.
જે પ્રકારે ત્રીજી લહેરની સંભાવના વ્યક્ત કરવામાં આવે છે, ત્યારે તમામ તૈયારીઓ સાથે સ્ટાફને જરૂરી ટ્રેનિંગ આપવાનું કામ પણ આ તકલીફમાં કરી રહ્યા છે. અશ્વિન વસાવા સતત દિવસ-રાત જોયા વગર દર્દીઓની સેવા કરતા જોવા મળ્યા હતા. તેમની સાથે અન્ય એક ડોક્ટર છે આકાશ પટેલ. છેલ્લા ૧૮ મહિનાથી સુરતની નવી સિવિલ ખાતે આવેલી હોસ્પિટલમાં ફરજ બજાવતા જોવા મળ્યા હતા. તેઓ પણ સંક્રમિત થયા હોવા છતાં સતત દર્દીઓની સેવા કરી રહ્યા છે .
આ લોકોએ કોરોના કાળમાં લોકોને જીવન આપવાનું કામ કર્યું છે. જોકે આકાશ પટેલનું કહેવું છે કે, તેમની સામે કેટલાક દર્દીઓએ દમ તોડયો છે તેમના માટે ચોક્કસ દુઃખની વાત છે. પણ કેટલા લોકો મૃત્યુ પામે તેમના કરતાં વધુ લોકોને જીવાડવા માટે તેઓએ દિવસ-રાત એક કરી છે. પોતાના કામનો સમય નથી જોયો, પોતાના પરિવારની ચિંતા નથી કરી અને સતત સેવા આપી છે એટલે આવા તબીબોને ન્યુઝ 18ગુજરાતી સલામ કરે છે.