કેમ આટલી બધી કિંમત?: સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા પાંડવ પરિવાર પાસે નેચરલ રફ ડાયમંડની ગણેશાની મૂર્તિ છે. દર વર્ષે ગણેશ ઉત્સવ દરમિયાન લોકોના દર્શન માટે આ પ્રતિમા ખુલ્લી મૂકવામાં આવે છે. ગણેશની આ મૂર્તિ 27.74 કેરેટની ઓરિજિનલ રફ ડાયમંડમાંથી બનેલી છે. આ માટે જ તેની કિંમત સૌથી વધારે આંકવામાં આવે છે.