કિર્તેશ પટેલ,સુરત : કોરોના મહામારી વચ્ચે આ વર્ષે ગણેશ ઉત્સવ હોવાને કારણે મોટા આયોજન કરવામાં આવ્યા નથી. ત્યારે સુરતમાં કેટલાક લોકોએ પોતાના ઘરમાં ગણપતિ બાપ્પાની સ્થાપના કરી છે. ત્યારે સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં એક ઘરમાં મુકેલી એક ફૂટની ગણેશ પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે. કારણ કે, આ ગણેશ ભગવાનને સોનાના દાગીનાથી સુશોભીત કરવામાં આવ્યા છે.