કિર્તેશ પટેલ, સુરત : સુરતમાં (Surat crime) છેલ્લા લાંબા સમાય થી અસામાજિક તત્વોની દાદાગીરી ઘટના સામે આવી રહી છે ત્યારે સુરતનાં કતારગામ વિસ્તારમાં (Katargam surat) લોનના હપ્પ્તાની (Loan installment) વસૂલી માટે આવેલા યુવાનો દ્વારા લોનન હપ્તા નહિ ભરનાર યુવાન પર ચપ્પુ જેવા હથિયાર (Knife attack on man) વડે હુમલો કરવામાં આવ્યુ હતો જોકે હુમલાની સમગ્ર ઘટના (CCTV of Katargam knife attack) સીસીટીવી માં કેદ થી જતા પોલીએ આરોપી ઓળખ કરી તેમના વિરુદ્ધ ગુનો (fir in katargam knife attack) નોંધી તેમની ધરપકડ કરી છે.
સુરતમાં જાણે ગુનેગારોને પોલીસની (surat crime) કોઈ બીક રહી નથી તેવું લાગે છે. કારણ કે શહેરમાં ધોળે દિવસે અપરાધ થાયે છે અને સુરતમાં અસામાજિક તત્વોનો આંતક સામે આવે છે. ત્યારે હવે આસામાજિક તતવો લોનના હપ્તા નહિ ભરનાર લોકો પાસે રૂપિયા વસૂલી કરવા જાય છે અને ના પાડે તો તેમના પર ઘાતક હથિયાર વડે હુમલો કરતા હોય છે.
જોકે કોરોના વાઇરસ ને લઈને કામ ધંધો નહિ હોવાથી ચિરાગ બેકના હપ્તા નહિ ભરી સકતા બહુચરનગર સોસાયટી વીર મેઘમલ્હાર ભવનના ગેટ પાસે આ હપ્તાની ઉઘરાણી કરતાં રાજન રાઠોડ અને તેની સાથે અન્ય એક શખ્સ આવ્યો હતો. અને ચિરાગ ને ગમે તેમ ગાળો આપવા લગતા ચિરાગે ગાળો કેમ બોલે છે તેવું કહેતા આ ઈસમો ઉશ્કેરાઇ ગયા હતા બોલાચાલી કરી ગાળો આપી બંન્ને હાથમાં ચપ્પુ જેવા હથિયારથી ઈજા કરી હતી.