કિર્તેશ પટેલ, સુરત : સુરતમાં લોહિયાળ વારદાતોનો સિલસિલો યથાવત રહ્યો છે. શહેર જાણે ગુનેગારોના હવાલે થઈ ગયું હોમ એમ એકપછી એક ખૂુની ખેલની ઘટનાઓ સામે આવી રહી છે. દરમિયાન શહેરના પાંડેસરા વિસ્તારમાં (pandesara surat) આવેલી આવિર્ભાવ સોસાયટી પાસે મોડી સાંજે પાંડેસરા કોવિડ સેન્ટરના (covid center employee) એક કમર્ચારી ઉપર નરેશ નામનો વ્યક્તિ જીવલેણ હુમલો કરી નાસી ગયો હતો.
સુરત શહેરના રસ્તાઓ (Surat crime) હવે જાણે અસુરક્ષિત થઈ રહ્યા હોય તેમ દિનદહાડે જાહેર રસ્તાઓ ઉપર છેલ્લા કેટલાક સમયથી હત્યા અને મારામારીની ઘટનાઓ વધવા પામી છે. પાંડેસરા વિસ્તારમાં સાંજના સમયે જાહેર રસ્તા પર વધુ એક હત્યાની ઘટનાએ પોલીસની ધાકના ધાજાગરા ઉડાવયા હતા. જેને પગલે પાંડેસરા પોલીસ દોડતી (surat Police) થઇ હતી.
સીંગણપોર ખાતે ગાંધીનગર સોસાયટીમાં રહેતો નિખિલ રતિલાલ વણકર (Nikhil vankar) પાંડેસરા કોવિડ સેન્ટરમાં (employee of covid care center) નોકરી કરતો હતો. મોડી સાંજે પાંડેસરા ખાતે આવેલી આવિર્ભાવ સોસાયટી વિભાગ-1 પાસે નરેશ નામના માથાભારે વ્યક્તિએ નિખિલને પગ અને પેટના ભાગે તીક્ષ્ણ હથીયારથી (Killed in knife attack) ઘા ઝીંકી નાસી ગયો હતો.