કિર્તેશ પટેલ, સુરત : દેશભરમાં કોરોનાવેક્સિન (Corona Vaccination) આપવાનું શરૂ થઈ ગયું છે, પરંતુ સુરત શહેરમાં કોરોનાના દર્દી (Corona patient)ત્રીજા રાઉન્ડમાં સતત વધી રહ્યા છે, ત્યારે આજે વધુ 644 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં 563 જયારે ગ્રામીણ વિસ્તારમાં 81 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 64451 પર પહોંચી છે, જયારે આજે 04 લોકોના કોરોનાથી મોત (Corona Death) સાથે મરણ આંક 1173 પર પહોંચ્યો છે, તેવામાં આજે 695 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.
કોરોના વાઇરસ(Coronavirus)ને લઇને લોકો કોરોના ગાઈડ લાઇન પાલન નહિ કરવાને લઈને ત્રીજ વખત કોરોના સંક્રમણનું પ્રમાણ વધી રહ્યું છે. સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરોત્તર વધારો થઇ રહ્યો છે, આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 644 દર્દી નોંધાયા છે, જેમાં શહેર વિસ્તારમાં 563 કેસ નોંધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 49632 જયારે ગ્રામ્ય વિસ્તારમાં આજે વધુ 81 કેસ સાથે દર્દી સંખ્યા 14819 પર પહોંચી છે. પ્રતિકાત્મક તસવીર
આજે કોરોના ની સારવાર દરમિયાન 4 લોકોના મોત થયા છે જેમાં 288 મૃત્યુ જિલ્લાના છે અને 885 શહેર વિસ્તારના છે. કુલ મૃતઆંક 1173 પર પહોંચ્યો છે. આજે શહેરમાંથી 601 જ્યારે જિલ્લામાં આજે 105 દર્દીને રજા આપતા, કુલ 695 દર્દીઓ કોરોનાને માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા જેમાં શહેર વિસ્તારમાં 59490 જયારે ગ્રામ્ય વિસ્તારના 13463 દર્દી છે. પ્રતિકાત્મક તસવીર
આજે સેન્ટ્રલ ઝોનમાં 52, વરાછા એ ઝોનમાં 69, વરાછા બી 2 51 , રાંદેર ઝોન 101, કતારગામ ઝોનમાં 66, લીંબાયત ઝોનમાં 58, ઉધના ઝોનમાં 48 અને અથવા ઝોનમાં 118 કેસ નોંધાયા છે.જોકે ગતરોજ સુરતમાં અથવા અને ખાસ કરીને રાંદેર ઝોનમાં સંક્રમણ વધી રહ્યું છે, જેને લઈને કેટલાક વિસ્તારને કંટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.
જિલ્લામાં ચોર્યાસીમાં 20, ઓલપાડ 05, કામરેજ 23, પલસાણા 16, બારડોલી 08, મહુવા 03, માંડવી 02, અને માંગરોળ 04, અને ઉમરપાડા 00 કેસ નોંધાતા તંત્ર દ્વારા કોરોના ટેસ્ટિંગ અહીંયા પણ વધારવામાં આવ્યું છે. જોકે સતત વધી રહેલા કેસમાં બહાર ગામથી આવતા લોકોમાં સંક્રમણનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે (તમામ તસવીરો પ્રતિકાત્મક છે.)