કિર્તેશ પટેલ, સુરત : સુરતમાં કોરોનાના દર્દી સતત વધી રહ્યા છે, ત્યારે આજે વધુ 237 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં 163 જયારે ગ્રામીણ વિસ્તારમાં 74 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 18457 પર પહોંચી છે, જયારે આજે 7 લોકોના કોરોનાથી મોત સાથે મરણ આંક 761 પર પહોંચ્યો છે, તેવામાં આજે 305 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.
કોરોના વાઇરસને લઇને લોકડાઉનમાં છૂટછાટ આપતાની સાથે સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો થઇ રહ્યો છે, આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 237 દર્દી નોંધાયા છે જેમાં શહેર વિસ્તારમાં 163 કેસ નોઁધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 14599 જયારે ગ્રામ્ય વિસ્તાર આજે વધુ 74 કેસ સાથે દર્દી સંખ્યા 3858 પર પહોંચી છે.
કુલ દર્દી સંખ્યા 18457 પર પહોંચી ગઈ છે, તેવામાં આજે 7 દર્દીના કોરોનાને લઇને મોત થયા છે. મૃત્યુઆંક 761 થયો છે. જેમાંથી 174 મૃત્યુ જિલ્લાના છે અને 587 શહેર વિસ્તારના છે. આજે શહેરમાંથી 246 જ્યારે જિલ્લામાં આજે 57 દર્દીને રજા આપતા, કુલ 305 દર્દીઓ કોરોનાને માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 14938 જેમાં ગ્રામીય વિસ્તારના 2999 દર્દી છે
ક્યા વિસ્તારમાં કેટલા કેસ? - આજે સેન્ટ્રલ ઝોનમાં 12, વરાછા એ ઝોનમાં 10, વરાછા બી 2 11, રાંદેર ઝોન 33, કતારગામ ઝોનમાં 25, લીબાયત ઝોનમાં 13, ઉધના ઝોનમાં 26 અને અથવા ઝોનમાં 33 કેસ નોંધાયા. જોકે ગતરોજ કતારગામ ઝોનમાં અને વરાછા ઝોનમાં સંક્રમણ ઘટી રહ્યું છે, ત્યારે રાંદેર અને અઠવા ઝોનમાં સતત વધી રહ્યુ છે, ત્યારે તંત્રની ચિંતા પણ સતત વધી રહી છે.